એક કરોડ રૂપિયા ઈનામમાં મળ્યા છતાં મજૂરી કેમ કરી રહ્યા છે પદ્મશ્રીથી સન્માનિત મોગુલૈયા
Image Twitter |
Padma Shri Darshanam Mogilaiah: દુર્લભ મ્યુઝિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ કિન્નરાને (Kinnera) રિઈવેન્ટ કરનારા દર્શનમ મોગુલૈયાની સ્ટોરી તમને વિચારવા મજબૂર કરી દેશે. આવુ એટલા માટે કારણ કે, જિન મોગુલૈયાને બે વર્ષ પહેલા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેલંગાણા સરકાર દ્વારા જેમને ઈનામ તરીકે 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, તેઓ હાલમાં બે ટાઈમના ભોજન મેળવવા માટે મજૂરી કરી રહ્યા છે. આવો જાણીએ મોગુલૈયાની આર્થિક સ્થિતિ આવી થવા પાછળ શું કારણ છે?
એક રિપોર્ટ પ્રમાણે હાલમાં મોગુલૈયા હૈદરાબાદ નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર દિહાડી તરીકે મજૂરી કરી રહ્યા છે. માહિતી પ્રમાણે હાલમાં મોગુલૈયાની આર્થિક સ્થિતિ બરોબર નથી. ઈનામમાં તેને જે પણ પૈસા મળ્યા તે પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં ખર્ચાઈ ગયા છે. હવે તેમની પાસે બે ટાઈમનું ભોજન કરવા માટે પણ પૈસા નથી. 73 વર્ષના મોગુલૈયાને હવે રોજીરોટી માટે રોજ મજૂરી કરવાની ફરજ પડી છે.
આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છે મોગુલૈયા
દર્શનમ મોગુલૈયાએ જણાવ્યું કે, મારા એક પુત્રને આંચકી આવે છે. મારી અને મારા પુત્રની દવાઓ માટે દર મહિને ઓછામાં ઓછા 7,000 રૂપિયાની જરુર રહે છે. આ સિવાય નિયમિત રીતે મેડિકલ ટેસ્ટ કરાવવાના હોય છે. અન્ય ખર્ચાઓ પણ છે. મોગુલૈયાએ જણાવ્યું કે, તેની પત્નીથી તેને 9 બાળકો થયા હતા. જેમાંથી 3ના મોત થઈ ચૂક્યા છે. તેના 3 બાળકો પરણિત છે અને 3 હજુ અભ્યાસ કરે છે.
ક્યાં ખર્ચાઈ ગયા મોગુલૈયાના પૈસા?
મોગુલૈયાની પત્નીનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. મોગુલૈયાએ કહ્યું કે, મેં કામ માટે કેટલાય લોકોનો સંપર્ક કર્યો. કેટલાય લોકોએ હમદર્દી બતાવી અને ઘણાએ નમ્રતાથી ના પાડી. તો કેટલાક લોકોએ મારા ભવ્ય ભૂતકાળના વખાણ કર્યા અને મને પૈસા પણ આપ્યા. પરંતુ કોઈએ રોજગારી ન આપી.
દર્શનમ મોગુલૈયાએ વધુ વાત કરતાં જણાવ્યું કે, તેલંગાણા સરકાર પાસેથી મળેલા પૈસા તેણે પોતાના બાળકોના લગ્નમાં ખર્ચ્યા. આ સિવાય હૈદરાબાદમાં એક પ્લોટ પણ ખરીદ્યો હતો. તે જમીન પર ઘર બનાવવાનું પણ શરુ કર્યું હતું. પરંતુ પૈસાના અભાવે મોગુલૈયાએ આ ઘર બનાવવાનું રોકવું પડ્યું.