Get The App

દાના વાવાઝોડાએ વેર્યો વિનાશ, ઓડિશામાં પૂર, 5 જિલ્લામાં આગામી આદેશ સુધી સ્કૂલો બંધ, બંગાળમાં 3નાં મોત

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
દાના વાવાઝોડાએ વેર્યો વિનાશ, ઓડિશામાં પૂર, 5 જિલ્લામાં આગામી આદેશ સુધી સ્કૂલો બંધ, બંગાળમાં 3નાં મોત 1 - image


Dana Cyclone Update: 'દાના' વાવાઝાડું નબળું હોવા છતાં ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં તેજ હવા સાથે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. એક સર્વે મુજબ ચક્રવાતથી રાજ્યમાં 1.75 લાખ એકર ભૂમિમાં લાગેલા પાકને નુકસાન પહોંચ્યું છે. 

વળી, મયૂરભંજના સિમલીપાલ પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદના કારણે બુધબલંગા, સોનો અને કંસાબંસા નદી કંસાબંસા નદીનું જળસ્તર વધી ગયું છે. આ પહેલાં બાલેશ્વરના નીલગિરિ વિસ્તારના આશરે 20 ગામ સિવાય નીચાણવાળા વિસ્તારો પાણીથી ગરકાવ થઈ ગયાં હતાં, જ્યાં રેસક્યુ કાર્ય શરૂ છે. 

આ પણ વાંચોઃ નવેમ્બરમાં ફરી ચક્રવાતની આગાહી! આ તારીખથી શરુ થશે ઠંડીનો ચમકારો, માવઠાની પણ શક્યતા

પાંચ જિલ્લામાં શાળાઓ બંધ

આ ક્રમમાં ઓડીઆરએએફ અને ફાયર વિભાગની ટીમે શનિવારે બાલેશ્વરમાં બે દિવસ સુધી છત પર ફસાયેલા ત્રણ લોકોને શનિવારે સુરક્ષિત બહાર નીકળી લીધાં. વળી, ખરાબ સિઝનના કારણે મુખ્યમંત્રી મોહન તપણ માઝીનો પ્રભાવિત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ સ્થગિત કરવું પડ્યું. સાવચેતીના પગલે બાલેશ્વર સિવાય ભદ્રક, મયૂરભંજ, કેન્દ્રાપાડા અને કેંદુઝર જિલ્લામાં શળાઓને આવનાર આદેશ સુધી બંધ કરવામાં આવી છે. 

હાલની સ્થિતિને જોતા મુખ્યમંત્રી મોહન માઝીએ કહ્યું કે, જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય, પ્રભાવિત વિસ્તારના લોકો આવનાર સાત દિવસ સુધી અસ્થાયી શિબિરમાં રહી શકે છે, જ્યાં તેમને દરેક આવશ્યક સુવિધાઓ પહેલાંની જેમ મળતી રહેશે.

સાત દિવસમાં માંગ્યો રિપોર્ટ

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ કહ્યું કે, વાવાઝોડાથી પીડિતોના પુનર્વાસ માટે યુદ્ધના ધોરણે કામ થઈ રહ્યું છે. નુકસાનની આકરણીને લઈને જિલ્લાધીશો પાસેથી સાત દિવસની અંદર રિપોર્ટ માગવામાં આવ્યો છે. જેના આધારે નુકસાન અને વળતરનું સચોટ આકલન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ દાના વાવાઝોડા વચ્ચે રાહતના સમાચાર, ઓડિશાના CMએ કહ્યું 'ઝીરો કેઝ્યુઅલ્ટી, મિશન સફળ'

દરિયાકાંઠાના વિસ્તારમાં 22 લાખ લોકોને વીજળી સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સંબંધિત વિસ્તારમાં કુલ 427 જગ્યાએ લગભગ 1150 વૃક્ષ પડવાની સૂચના મળી હતી, જેને ફાયર વિભાગના કર્મચારીઓએ કાપીને હટાવી દીધાં છે, હવે લોકોની અવરજવર પહેલાં જેમ સામાન્ય થઈ રહી છે. 

સાપ કરડવાથી 28 લોકો હોસ્પિટલમાં દાખલ

દાના વાવાઝોડા દરમિયાન સાપ કરડવાની ઘટના બાદ 28 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમાં 13 મહિલા અને એક ડૉક્ટર પણ સામેલ છે.

શનિવારે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં વાવાઝોડાની સ્થિતનું નિરીક્ષણ કર્યા બાદ પત્રકારોને માહિતી આપી કે, સાપ કરડવાના સોથી વધારે કેસ કેન્દ્રપાડા, ભદ્રક અને બાલાસોરમાંથી સામે આવ્યાં છે.

'દાના' એ બંગાળમાં ત્રણ લોકોનો લીધો જીવ

બંગાળમાં વાવાઝોડું 'દાના'ના કારણે અન્ય ત્રણ લોકોની મોત થઈ ગઈ, જેનાથી મૃત્યુ પામનાર વ્યક્તિનો આંકડો વધીને ચાર થઈ ગયો. કોલકાતા તેમજ સુંદરવનમાં વાવાઝોડાના કારણે તૂટેલા વીજળીના તારનો ઝટકો લાગવાથી ત્રણ લોકોના મોત થયાં છે.

વળી, હાવડામાં વાવાઝોડાના કારણે ભારે વરસાદથી પાણીથી ભરાયેલા રસ્તા પર પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. આ પહેલાં પૂર્વ વર્ધમાન જિલ્લાના બુદહુદ વિસ્તારમાં ત્રણ વીજળીના તારની લપેટમાં આવવાથી એક નાગરિકની મોત થઈ ગઈ હતી.



Google NewsGoogle News