Get The App

ભાજપને વોટ આપવા જઈ રહેલી દલિત યુવતીની હત્યા: સપા નેતા પર ઉમેદવારના ગંભીર આરોપ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
ભાજપને વોટ આપવા જઈ રહેલી દલિત યુવતીની હત્યા: સપા નેતા પર ઉમેદવારના ગંભીર આરોપ 1 - image


Uttar Pradesh Election 2024 : યુપી પેટાચૂંટણી દરમિયાન કરહાલમાં મતદાન કરવા આવેલી દલિત યુવતીની હત્યાના સમાચાર સામે આવ્યા હતા. સમાજવાદી પાર્ટીના નેતા પર યુવતીની હત્યાનો આરોપ છે. ભાજપના નેતાએ કરહાલમાં દલિત બાળકીની હત્યા પર કડક કાર્યવાહીની માંગ કરી છે. ભાજપના કરહાલ ઉમેદવાર અનુજેશ પ્રતાપે પણ યુવતીની હત્યાનો આરોપ  સપા પર લગાવ્યો છે. 



ભાજપ ઉમેદવાર અનુજેશ પ્રતાપે X પર પોસ્ટ કરી માહિતી આપી 

ભાજપ ઉમેદવાર અનુજેશ પ્રતાપે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ગુંડાગીરીની તમામ હદ વટાવીને અને માનવતાને શરમમાં મૂકી કરહાલના કજરા ગામ બૂથ નંબર 13માં દલિત સમુદાયની એક દીકરીની હત્યા કરવામાં આવી હતી. અને આ હત્યા કરવા પાછળનું કારણ ભાજપને મત આપવા જઈ રહી હતી તે હતું. તો ભાજપના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે કે કરહાલમાં ભાજપની જન કલ્યાણ યોજનાઓનો લાભ મેળવનાર એક દલિત યુવતીની પ્રશાંત યાદવ અને તેના સાથીદારો દ્વારા હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેણે ભાજપને મત આપવાનું કહ્યું હતું. તો આ બાજુ યુવતીના પરિવારજનોએ પણ આક્ષેપો કર્યા હતા કે, યુવતીએ ભાજપને વોટ આપવાનું કહ્યું હતું એટલે તેની હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચંડીગઢ કોનું? પંજાબ અને હરિયાણા સામસામે, ભાજપ સરકારને કોંગ્રેસનો પણ મળ્યો સાથ


ભાજપને વોટ આપવાનું કહેતા સપા સમર્થકોએ બાળકીની હત્યા કરી 

હકીકતમાં કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી દલિત બાળકીની લાશ બોરીમાં પડેલી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. બુધવારે સવારે 8 વાગ્યાની આસપાસ કરહાલથી બરનહાલ રોડ પર સેંગર નદીના પુલ પાસે ઝાડીઓમાંથી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી હતી. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે, યુવતીએ ભાજપને વોટ આપવાનું કહેતા સપા સમર્થકોએ બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરી અને લાશ ફેંકી દીધી. 

યુવતીના પિતા શિશુપાલ સિંહે પોલીસમાં ફરિયાદ દાખલ કરી 

કરહાલ નગરના મહોલ્લા જાટવાનમાં રહેતા યુવતીના પિતા શિશુપાલ સિંહે પોલીસમાં ફરિયાદ દાખલ કરીને માહિતી આપી હતી કે, "મારી 23 વર્ષની પુત્રી દુર્ગા મંગળવારે બપોરે 12 વાગ્યાથી ગુમ છે. આ વખતે મારી પુત્રી ભાજપને મત આપવા માંગતી હતી, જેથી સપા સમર્થક પ્રશાંત યાદવ, ભૂપેન્દ્ર યાદવનો પુત્ર, તાપા, નગરીયા કરહાલ, રહેવાસી, રવીન્દ્ર કથેરિયાનો પુત્ર મોહન, મોહલ્લા કાસાવન, મોહલ્લા કાસાવન, પુત્રીને બાઇક પર લઈ ગયા. ડો. ઝહીરની હોસ્પિટલ સામે અને તેની હત્યા કરી દીધી છે. અને મારી પુત્રીનો મૃતદેહ નાગલા એન્ટિ પાસે સેંગર નદીના પુલ પાસે ઝાડીઓમાં ફેકી દેવામાં આવ્યો હતો." 

આ માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી હતી અને યુવતીનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ બનાવથી પરિવારજનોમાં ખળભળાટ મચી ગયો હતો, અને સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.

આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્રમાં મતદાન: 'આજે તારું મર્ડર ફિક્સ છે...', નાસિકમાં બે ઉમેદવારો વચ્ચે બબાલ

બંને આરોપીઓને કસ્ટડીમાં લેવાયા

એસપી વિનોદ કુમાર પણ ત્યાં પહોંચ્યા અને ઘટના અંગે વિગતે માહિતી મેળવી હતી. એસપીએ જણાવ્યું કે, "આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. માહિતી મળતાની સાથે જ પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. બાળકીનું મોત કેવી રીતે થયું અને બળાત્કારની પુષ્ટિ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ થશે."


Google NewsGoogle News