Get The App

ધર્મ પરિવર્તન કર્યા બાદ નહીં મળે અનામતનો લાભ? મોટો નિર્ણય લઈ શકે છે આયોગ

Updated: Nov 4th, 2024


Google NewsGoogle News
reservation


SC Category Reservation News: ધર્મ પરિવર્તન કરનારા દલિતોને મોટો ઝટકો લાગ્યો છે. એનસીએસસીએ (રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ) ધર્મ પરિવર્તન કરી ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અપનાવનારાને દલિતોનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે હાલમાં જ ધર્મ પરિવર્તન કરનારા દલિતોને શિડ્યુલ કાસ્ટ (SC) કેટેગરીમાં સમાવિષ્ટ કરવા મામલે સંશોધન કરી રહી છે.

NCSCના અધ્યક્ષ કિશોર મકવાણાએ જણાવ્યું હતું કે, કલમ 341 હેઠળ બંધારણ (અનુસૂચિત જાતિઓ) આદેશ, 1950માં જણાવ્યું હતું કે, હિન્દુ, શીખ તથા બૌદ્ધ ઉપરાંત અન્ય કોઈપણ ધર્મ સ્વીકારનારા વ્યક્તિને SC કેટેગરીમાં સામેલ કરી શકાય નહીં. બીજી તરફ, 1950નો ‘રાષ્ટ્રપતિ આદેશ’ (પ્રેસિડેન્શિયલ ઓર્ડર) કહે છે કે ફક્ત હિન્દુ, બૌદ્ધ અને શીખ દલિતો જ અનુસૂચિત જાતિ માટે અનામતનો લાભ મેળવી શકે છે, અન્ય કોઈ ધર્મના લોકો નહીં.

આ પણ વાંચોઃ USના વિઝા માટે નહીં જોવી પડે રાહ, 2025માં મોટો નિર્ણય લેવાની તૈયારી, ભારતીયોને ફાયદો

કેન્દ્રે ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ કેજી બાલકૃષ્ણના નેતૃત્વ હેઠળ તપાસ આયોગની રચના ઓક્ટોબર, 2022માં કરી હતી. કેન્દ્ર સરકારે તપાસ આયોગને વધુ એક વર્ષનો સમય આપ્યો છે. જેથી ધર્મ પરિવર્તન કરનારા દલિતોને SCનો દરજ્જો આપી શકાય કે નહીં.

નોંધનીય છે કે, SC કેટેગરીમાં સમાવિષ્ટ લોકોએ જો ધર્મ પરિવર્તન કર્યું હોય તો તેઓને SCનો દરજ્જો મળી શકે નહીં. આ મુદ્દે 10 ઓક્ટોબર, 2024 સુધી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મકવાણાએ જણાવ્યું હતું કે, અનામત વ્યવસ્થા જાતિ આધારિત છે. ધર્મ બદલવાથી તે હિન્દુ નથી, જો તેમને SCનો ટેગ આપવામાં આવે તો ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન મળશે અને SC સમુદાયના લોકો સાથે અન્યાય થશે. જો ધર્મ પરિવર્તન કરનારાને SC નો દરજ્જો મળે તો ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અર્થવિહિન બની જશે. 

ધર્મ પરિવર્તન કર્યા બાદ નહીં મળે અનામતનો લાભ? મોટો નિર્ણય લઈ શકે છે આયોગ 2 - image


Google NewsGoogle News