આગામી 48 કલાકમાં બંગાળની ખાડી સાથે ટકરાશે 'માઈચૌંગ' વાવાઝોડું, 80 km પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહી છે હવા, IMDએ આપી ચેતવણી

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News

- 30 નવેમ્બરે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2023, બુધવાર

Cyclone Michaung:  બંગાળની દક્ષિણપૂર્વ ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનો લો પ્રેશર એરિયો હવે સંપૂર્ણપણે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયો છે. બંગાળની દક્ષિણપૂર્વ ખાડી તરફ વાવાઝોડું માઈચૌંગ આવી રહ્યું છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે આજે આ અંગે અલર્ટ જાહેર કર્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં હવામાનમાં ફેરફાર થવા જઈ રહ્યો છે જે વાવાઝોડાનું રૂપ પણ ધારણ કરશે. હવામાન વિભાગે જણાવ્યું કે, જે પ્રમાણે હવામાનની સ્થિતિ બની છે તે પ્રમાણે તેના પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધવાની આશા છે. 

આ હવામાનની સ્થિતિ ધીરે-ધીરે 30 નવેમ્બર સુધી બંગાળની ખાડીના દક્ષિણમાં એક ઊંડો લો પ્રેશર એરિયો બની જશે. એ વાતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેનાથી વધુ મજબૂતી મળશે. આગામી 48 કલાકની અંદર દક્ષિણ-પશ્ચિમ અને તેની નજીક દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર આ એક ચક્રવાતી વાવાઝોડું 'માઈચૌંગ'માં ફેરવાઈ જશે.

વરસાદની આગાહી

હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે, નિકોબાર ટાપુઓના મોટા ભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 29 નવેમ્બરથી લઈને 1 ડિસેમ્બરની વચ્ચે નિકોબાર ટાપુઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આંદામાન ટાપુઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 30મી નવેમ્બરે પણ ભારે વરસાદ જોવા પડી શકે છે. 

80 km પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

IMDએ જણાવ્યું કે, 25-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે જે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવાનું પણ અનુમાન છે. આ પવનો 29 નવેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્રને અડીને આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ફૂંકાય તેવી શક્યતા છે. 30 નવેમ્બરે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

1 ડિસેમ્બર સુધીમાં આ પવનની ઝડપ 50-60 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાનું અનુમાન છે. 2 ડિસેમ્બરે આ પવન 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.


Google NewsGoogle News