બંગાળની ખાડીમાં આટલા બધા તોફાનો કેમ સર્જાય છે? દર 10 વર્ષે આવે છે ખતરનાક ચક્રવાત

Updated: May 27th, 2024


Google NewsGoogle News
બંગાળની ખાડીમાં આટલા બધા તોફાનો કેમ સર્જાય છે? દર 10 વર્ષે આવે છે ખતરનાક ચક્રવાત 1 - image


Cyclone Remal: ચક્રવાતી તોફાન રેમલ પશ્ચિમ બંગાળથી લઈને બાંગ્લાદેશના દરિયાકાંઠે ભારે તબાહી મચાવી છે, આ તોફાન 135 કિમી પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠા વિસ્તારોમાં ટકરાયું છે. આ ઉપરાંત ભયંકર વરસાદ થવાથી ઘણાં ગામોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. પૂર્વોત્તર ભારતમાં પણ વરસાદની અસર જોવા મળી છે. રેમલ તોફાને બંગાળની ખાડીમાંથી સર્જાયું હતું. ત્યારે તમને એ સવાલ થતો હશે કે, આ બધા તોફાનો બંગાળની ખાડીમાંથી જ સર્જાય છે? તો આ અંગે વિગતવાર જાણીએ...

બંગાળની ખાડીમાં કેટલા તોફાનો સર્જાયા?

•વર્ષ 1891થી 2019 સુધી બંગાળની ખાડીમાં 522 તોફાનો સર્જાયા છે.

•દર વર્ષે બંગાળની ખાડીમાં સરેરાશ ચાર તોફાનો સર્જાય છે.

•7 ટકા તોફાનો બંગાળની ખાડીમાંથી સર્જાય છે.

•છેલ્લા 129 વર્ષોમાં બંગાળની ખાડીમાંથી 234 ભયંકર તોફાનો સર્જાયા છે.

સૌથી વધુ તોફાનો બંગાળની ખાડીમાંથી કેમ સર્જાય છે?

છેલ્લા 120 વર્ષના ઈતિહાસમાં માત્ર 14 ટકા ચક્રવાતી તોફાન અને 23 ભયંકર ચક્રવાત અરબ સાગરથી આવ્યા છે. જ્યારે 86 ટકા ચક્રવાતી તોફાન અને 77 ટકા ભયંકર ચક્રવાત બંગાળની ખાડીમાંથી આવ્યા છે. 

પવનના પ્રવાહની સાથે ગરમ હવામાન પણ તેનું કારણ છે

અરબ સાગરની સરખામણીમાં બંગાળની ખાડીમાં વાવાઝોડા સર્જાવાનું સૌથી મહત્ત્વનું કારણ પવનનો પ્રવાહ છે. અરબ સાગર જે બંગાળની ખાડી કરતા ઠંડો છે. હવામાન નિષ્ણાતોના મતે, ઠંડા મહાસાગરો કરતાં ગરમ મહાસાગરોમાં તોફાનો વધુ આવે છે. ઈતિહાસમાં 36 સૌથી ભયંકર ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં 26 ચક્રવાત બંગાળની ખાડીમાં સર્જાયા છે. બંગાળની ખાડીમાં આવતા વાવાઝોડાની ભારતમાં સૌથી વધારે અસર ઓડિશામાં જોવા મળી છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પણ અસર જોવા મળી છે.

અરબ સાગરના તોફાનો હળવા હોય છે

સરેરાશ ભારતમાં ત્રાટકેલા પાંચમાંથી ચાર વાવાઝોડા પૂર્વીય દરિયાકાંઠે અથડાય છે. હવામાન વિભાગના અનુસાર, દક્ષિણ-પૂર્વીય બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાંથી ઉદ્ભવતા તોફાનો સિવાય ઉત્તર-પશ્ચિમ પ્રશાંત માંથી ઉદ્ભવતા તોફાનો દક્ષિણ ચીન સાગર થઈને બંગાળની ખાડી સુધી પહોંચે છે.

પર્વીય દરિયાકાંઠો હંમેશા દબાણ હેઠળ રહે છે

પૂર્વીય દરિયાકાંઠો હંમેશા દબાણ હેઠળ રહે છે. અરબ સાગરમાં પણ તોફાનો સર્જાય છે, પરંતુ તે સામાન્ય રીતે ભારતના પશ્ચિમ દરિયાકાંઠા છોડીને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે છે. પૂર્વીય દરિયાકાંઠે બનેલા તોફાનો વધુ શક્તિશાળી હોય છે. નીચા દબાણવાળા વિસ્તારમાં પવનની ગતિના આધારે વાવાઝોડાનું વર્ગીકરણ કરવામાં આવે છે. જો પવનની ગતિ 119થી 221 કિમી પ્રતિ કલાકની વચ્ચે હોય તો તેને ગંભીર તોફાન માનવામાં આવે છે.

વાવાઝોડાને કારણે અનેક લોકોના મોત થયા

હવામાન નિષ્ણાંતોના મતે તોફાનની સિઝન એપ્રિલથી ડિસેમ્બર સુધીની હોય છે. પરંતુ 65 ટકા તોફાનો વર્ષના છેલ્લા ચાર મહિનામાં સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે થાય છે. ઉત્તર બંગાળની ખાડી પર બનેલા ચક્રવાત ઉત્તર-પશ્ચિમ તરફ ભારત-ગંગાના મેદાનો તરફ આગળ વધે છે, જેના કારણે મોટાભાગના ઉત્તર ભારતમાં વરસાદ પડે છે. અરબ સાગરમાં સરેરાશ બહુ ઓછો વરસાદ પડે છે. છેલ્લા 200 વર્ષોમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતને કારણે વિશ્વભરમાં થયેલા કુલ મૃત્યુમાંથી 40 ટકા એકલા બાંગ્લાદેશમાં થયા છે, જ્યારે ચોથા ભાગના મૃત્યુ ભારતમાં થયા છે. સમુદ્રમાં ઊંચા તાપમાનવાળા સ્થળોએથી ચક્રવાત ઉદભવે છે. ઉત્તર ધ્રુવની નજીકના વિસ્તારોમાં, ચક્રવાત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. આ ઉપરાંત ચક્રવાત ભારતીય ઉપખંડની આસપાસ ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધે છે. 48 ટકા તોફાનો ઓડિશા અને 22 ટકા આંધ્ર પ્રદેશમાં આવે છે. 

અહેવાલ અનુસાર, પૂર્વ દરિયાકાંઠાના રાજ્યોમાં આવતા તોફાન એકલા ઓડિશામાં 48 ટકા,જ્યારે આંધ્રપ્રદેશમાં 22 ટકા તોફાનો આવે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં 18.5 ટકા અને તમિલનાડુમાં 11.5 ટકા તુફાન આવ્યા છે. પૂર્વ કિનારા કરતાં પશ્ચિમ કિનારે 8 ગણાં ઓછા તોફાન આવે છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત એક તોફાન છે, જે એક વિશાળ નીચા દબાણ કેન્દ્ર અને ભારે વાવાઝોડા સાથે આવે છે. આનાથી ભારે પવન અને મુશળધાર વરસાદની સ્થિતિ સર્જાય છે. વર્ષ 1891 અને 2000ની વચ્ચે ભારતના પૂર્વ કિનારે 308 ચક્રવાત ત્રાટક્યા હતા. આ દરમિયાન પશ્ચિમ કિનારે માત્ર 48 વાવાઝોડાં આવ્યાં.

બંગાળની ખાડીમાં સર્જાયેલા કેટલાંક ખતરનાક તોફાનો

•મે 2023માં આવેલ મોચા તોફાનની ગતી 277 કિલોમીટર પ્રતિ કલાક હતી. 

•વર્ષ 2021માં તાકાતે તોફાનની ગતી 277 કિલોમીટર પ્રતિ કલાક હતી.

•વર્ષ 2020માં ઓફાનની ગતી 268 કિલોમીટર પ્રતિ કલાક હતી.

•વર્ષ 2019માં ફાની તોફાનની ગતી 277 કિલોમીટરપ્રતિ કલાકની આસપાસ હતી, આ તોફાને ભારે તબાહી મચાવી હતી.

•2007માં ગોનું તોફાનની ગતી 268 કિલોમીટર પ્રતિ કલાક હતી.

•બાંગ્લાદેશમાં 1970માં આવેલ ભોલા તોફાનથી ત્યાં 3 લાખથી વધું લોકોએ જીવ ગુમાવ્યા હતા.

બંગાળની ખાડી કેટલી મોટી છે?

બંગાળની ખાડી ઉત્તર પૂર્વીય હિંદ મહાસાગરના 2,173,000 ચોરસ કિલોમીટરને આવરી લે છે. તે પશ્ચિમમાં શ્રીલંકા અને ભારત, ઉત્તરમાં બાંગ્લાદેશ અને પૂર્વમાં મ્યાનમાર અને ઉત્તરીય મલય દ્વીપકલ્પથી ઘેરાયેલું છે.


Google NewsGoogle News