Get The App

VIDEO | મિચોંગ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં હાહાકાર, તમિલનાડુમાં પાણી જ પાણી, રન-વે ડૂબતાં ફ્લાઈટો રદ

સરકારે એલર્ટ જાહેર કર્યું, લોકોને સાવચેત રહેવા કહ્યું

છેલ્લા બે ત્રણ દિવસથી તમિલનાડુમાં ભારે વરસાદ

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
VIDEO | મિચોંગ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં હાહાકાર, તમિલનાડુમાં પાણી જ પાણી, રન-વે ડૂબતાં ફ્લાઈટો રદ 1 - image

image : Twitter / VIDEO GRAB

 


Cyclone Michaung Updates | મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી શકે છે. જોકે તેના આગમનની અસર છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહી છે. તમિલનાડુમાં કેટલાક વિસ્તારોમાં તો એવો ભારે વરસાદ પડ્યો કે રન-વે, હાઇવે, રહેણાંક સોસાયટીમાં પાણી જ પાણી થઈ ગયું છે. રન-વે પર પાણી ભરાઈ જતાં અનેક ફ્લાઇટો રદ કરવાની નોબત આવી હતી. 

-

સરકારે લોકોને એલર્ટ રહેવા કહ્યું 

આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં તટીય વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ કબજો જમાવી લીધો છે. અનેક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ છેલ્લા ત્રણથી ચાર દિવસથી હાહાકાર જેવી સ્થિતિ સર્જી રહ્યો છે. એવું મનાય છે કે આજે અને આવતીકાલ ખૂબ જ ભારે વીતશે. એટલા માટે સરકારે લોકોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરી દીધું છે. 

રન-વે પર પાણી ભરાયું 

વાવાઝોડાની અસરને પગલે ચેન્નઈના તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. મૂશળધાર વરસાદને લીધે ચેન્નઈ એરપોર્ટના રનવે તથા સબવે પર પાણી જ પાણી થઈ ગયું છે. જેના લીધે ફ્લાઈટો રદ કરવામાં આવી છે. આઈએમડીએ પહેલાથી જ વાવાઝોડા અંગે ચેતવણી જાહેર કરી દીધી હતી.

VIDEO | મિચોંગ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં હાહાકાર, તમિલનાડુમાં પાણી જ પાણી, રન-વે ડૂબતાં ફ્લાઈટો રદ 2 - image

 


Google NewsGoogle News