Get The App

સમુદ્ર બન્યો તોફાની, ફેંગલ વાવાઝોડું આજે કરશે લૅન્ડફોલ, 90 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
સમુદ્ર બન્યો તોફાની, ફેંગલ વાવાઝોડું આજે કરશે લૅન્ડફોલ, 90 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે 1 - image


Cyclone Fengal : ફેંગલ વાવાઝોડું આજે બપોરે પુડુચેરી નજીક પહોંચે તેવી શક્યતા છે. આ અંગે વહીવટી અધિકારીઓએ સ્થાનિક લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપી છે. વાવાઝોડાંને જોતા શનિવારે તમામ શાળા અને કૉલેજો બંધ રહેશે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. 

આઇએમડીએ શું કહ્યું? 

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન શનિવાર બપોર સુધીમાં પુડુચેરી નજીક પહોંચવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ એ. કુલોથુનગને PWD, સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને અન્ય વિભાગના અધિકારીઓ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા અને સમીક્ષા કરી હતી.

શુક્રવારે પણ ચેતવણી જાહેર કરાઈ હતી

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું તીવ્ર બની રહ્યું છે. જેના કારણે શુક્રવારે એવી આગાહી કરવામાં આવી હતી કે આગામી 48 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. પુડુચેરીના ગૃહમંત્રી એ. નમાસિવાયમે અહીંની તમામ શાળાઓમાં આગામી બે દિવસ માટે રજાની જાહેરાત કરી છે.

સમુદ્ર બન્યો તોફાની, ફેંગલ વાવાઝોડું આજે કરશે લૅન્ડફોલ, 90 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે 2 - image


Google NewsGoogle News