Get The App

'દાના' વાવાઝોડાથી દરિયા કિનારાના 2 રાજ્યો ટેન્શનમાં, સ્કૂલ-કોલેજો બંધ, 197 ટ્રેનો રદ કરાઈ

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
'દાના' વાવાઝોડાથી દરિયા કિનારાના 2 રાજ્યો ટેન્શનમાં, સ્કૂલ-કોલેજો બંધ, 197 ટ્રેનો રદ કરાઈ 1 - image

Dana Cyclone News | દાના વાવાઝોડું જેમ જેમ ભારત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ દરિયા કિનારા બે રાજ્યોની ચિંતા વધી રહી છે. માહિતી અનુસાર 23 થી 26 ઓક્ટોબર વચ્ચે વાવાઝોડાની ભીષણ અસરને જોતાં 197 ટ્રેન રદ કરવાનો નિર્ણય કરાયો છે. 

'દાના' વાવાઝોડાથી દરિયા કિનારાના 2 રાજ્યો ટેન્શનમાં, સ્કૂલ-કોલેજો બંધ, 197 ટ્રેનો રદ કરાઈ 2 - image

ક્યારે ટકરાશે આ વાવાઝોડું? 

દાના વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ મુજબ આગામી 25 ઓક્ટોબર સુધીમાં પ.બંગાળ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં દાના વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે. આ દરમિયાન કોલકાતામાં એરપોર્ટના અધિકારીઓએ વાવાઝોડા બાદથી સંભવિત કોઈપણ સ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ ઓડિશાના પુરી જતાં પર્યટકોને હાલમાં ઘરે પરત ફરી જવાની સલાહ આપી હતી. 

ઓડિશા પણ સજ્જ...

હવામાન વિભાગના અહેવાલ અનુસાર બંગાળની ખાડી પર એક લૉ પ્રેશર ઝોન સર્જાયું હતું જે હવે વાવાઝોડામાં રૂપાંતરિત થઇ ગયું છે. જેના લીધે ભારતમાં દરિયા કિનારાના રાજ્યોમાં ભારે તબાહી સર્જાઈ શકે છે. ઓડિશામાં ભુવનેશ્વર ખાતે મૉક ડ્રીલ પણ શરૂ કરી દેવામાં આવી હતી. ઓડિશાની સરકારે તો 250 રાહત કેન્દ્ર અને 500 અસ્થાયી શેલ્ટર પણ તૈયાર કરી દીધા છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF) ના 1,000 જવાનોને રાજ્યના સશસ્ત્ર દળોની 30 પ્લાટુન સાથે વિવિધ જિલ્લાઓમાં તૈનાત કર્યા છે.

'દાના' વાવાઝોડાથી દરિયા કિનારાના 2 રાજ્યો ટેન્શનમાં, સ્કૂલ-કોલેજો બંધ, 197 ટ્રેનો રદ કરાઈ 3 - image



Google NewsGoogle News