Get The App

ગુજરાતીઓ તગડા રિટર્નની લાલચમાં ફસાતા નહીં, આસામમાં ગેંગ સક્રિય, લોકોએ 2200 કરોડ ગુમાવ્યા

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
Cyber fraud


Guwahati Cyber Police arrests four cybercriminals Of 36 crores Scam: આસામ પોલીસે રૂ. 2200 કરોડથી વધુના સાયબર કૌભાંડ કરનારી એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે. જેમાં તે લોકોના નામ પર બૅન્ક ખાતુંં ખોલાવી તેનો ઉપયોગ ગેરકાયદે લેવડ-દેવડ માટે કરતી હતી. આ ખાતાંઓનું સંચાલન રાજ્યની બહાર બેઠેલા આરોપીઓના સહયોગીઓ દ્વારા થતું હતું. ગુજરાત સહિત વિવિધ રાજ્યોના લોકોને આસામના મુખ્યમંત્રીએ આ પ્રકારના ફ્રોડથી સાવચેત રહેવા અપીલ કરી છે.

આસામ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, શહેરમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટમાં વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશ ખાસ કરીને દુબઈના લોકો પણ સામેલ છે. ગુવાહાટી પોલીસના સીપી દિગંત બરાહે જણાવ્યું હતું કે, આ વર્ષની શરુઆતમાં ગુવાહાટીમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેના પરિચિતે તેના નામ પર બૅન્ક ખાતું ખોલાવ્યુ હતું. પરંતુ ઘણાં મહિનાઓ થયા હોવા છતાં તેને ચેકબુક કે પાસબુક મળી નથી. આ મામલે તપાસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેઓ આ રેકેટના એજન્ટ તરીકે કામ કરતા હતા. વધુમાં શહેરના હાટીગામ વિસ્તારમાં ભાડે રાખેલા ફ્લેટ પરથી આપત્તિજનક સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. ફરિયાદીઓએ આ મામલે કુલ 2200 કરોડનું નુકસાન થયું હોવાની વાત કહી છે. પોલીસે માત્ર રૂ. 2.55 કરોડ વસૂલ્યા છે.

આ પણ વાંચોઃ ‘ટીપુ પણ સુલતાન બનવાના સપનાં જોતો હતો...’, અખિલેશના નિવેદન પછી યોગીનો વ્યંગ

જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં 44 ચેકબુક, 12 બૅન્ક પાસબુક, 49 એટીએમ કાર્ડ, યુએઇ અને થાઇલૅન્ડની સાત વિદેશી કરન્સી, સાત યુપીઆઇ સ્કેનર અને એક આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ સામેલ છે. લોકોને આ પ્રકારના કૌભાંડ વિશે સતર્ક અને જાગૃત્ત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ રીતે કૌભાંડ આચરતાં

સાયબર ગુનેગારોની આ ટોળકી ટેલિફોન અને ઇન્ટરનેટની મદદથી વિવિધ ફ્રોડ મારફત લોકોને ઠગી રહી હતી. તેમજ રોકડના ટ્રાન્જેક્શન માટે બૅન્ક ખાતાંની માગ કરે છે. પીડિતના ડૉક્યુમેન્ટની મદદથી બૅન્ક ખાતું ખોલાવી તેના એટીએમ, પાસબુક ગેરકાયદે લેવડદેવડ માટે ઉપયોગ કરે છે. તેના કનેક્શન વિદેશમાં દુબઈ અને થાઇલેન્ડમાં હોવાની આશંકા છે. આ રેકેટમાં દિબ્રુગઢના 22 વર્ષીય ઓનલાઇન વ્યાપાર કરતાં વેપારી વિશાલ ફુકન અને ગુવાહાટીના સ્વપ્નિલ દાસની ધરપકડ થઈ છે. ફુકન વૈભવી જીવનશૈલીથી લોકોને આકર્ષિત કરી પોતાના રોકાણકારોને 60 દિવસમાં 30 ટકા રિટર્ન આપવાનું વચન આપતો હતો. બાદમાં નફાની રકમ એકાઉન્ટમાં જમા કરાવવા બૅન્ક ખાતું ખોલાવવા કહેતો હતો.  તેણે ચાર નકલી કંપની પણ ઊભી કરી હતી. 

આ પણ વાંચોઃ હાઈ બોક્સ નામની એપમાં લોકોના 100 કરોડ ડૂબ્યાં, સેલિબ્રિટીઓ દ્વારા થતી એડની જાળમાં ભરાયા 

એજન્ટને રૂ. 60 હજારનું કમિશન

મુખ્ય એજન્ટને પ્રત્યેક ખાતાં પર રૂ. 50 હજારથી રૂ. 60 હજારનું કમિશન મળે છે. જ્યારે ખાતું ખોલાવનાર એજન્ટને ખાતા દીઠ રૂ. 5000 મળે છે. બૅન્ક ખાતું ખોલાવવા માટે એજન્ટને નોકરી પર પણ રાખ્યા હતા. તેઓ ખાસ કરીને અભણ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શિકાર બનાવે છે. બૅન્ક ખાતામાં લિંક કરાવવા માટે નવો ફોન નંબર પણ લઈ આપે છે. જેનો એક્સેસ એજન્ટ પાસે રહે છે. જેની મદદથી મોબાઇલ બૅન્કિંગ મારફત એક્સેસ કરે છે.   

ગુજરાતીઓ તગડા રિટર્નની લાલચમાં ફસાતા નહીં, આસામમાં ગેંગ સક્રિય, લોકોએ 2200 કરોડ ગુમાવ્યા 2 - image


Google NewsGoogle News