સાયબર ક્રાઇમનો તરખાટ : છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં લોકોએ રૂ. 10,300 કરોડ ગુમાવ્યા

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
સાયબર ક્રાઇમનો તરખાટ : છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં લોકોએ રૂ. 10,300 કરોડ ગુમાવ્યા 1 - image


- રૂ. 10300 કરોડ પૈકી રૂ. 1127 કરોડ બ્લોક કરવામાં સફળતા મળી

- 50 ટકા સાયબર અપરાધીઓ કંબોડિયા, વિયેતનામ, ચીન અને અન્ય દેશોની ગેંગના સભ્યો

નવી દિલ્હી : એક એપ્રિલ, ૨૦૨૧થી અત્યાર સુધીમાં સાયબર અપરાધીઓએ દેશમાીંછી ૧૦,૩૦૦ કરોડ રૂપિયાની  ઉચાપત કરી છે ત્મ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે એક નિવેદનમાં જણાવ્યું છે. જો કે એજન્સીઓ અઆ રકમ પૈકી ૧૧૨૭ કરોડ રૂપિયા બ્લોક કરવામાં સફળ રહી છે. 

ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર(આઇફોરસી)ના ડાયરેક્ટર રાજેશ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે ૨૦૨૧માં નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (એનસીઆરપી)  પર સાયબર ક્રાઇમના ૪.૫૨ લાખ કેસ નોંધવામાં આવ્યા હતાં. જે ૨૦૨૨માં ૧૧૩.૭ ટકા વધીને ૯.૬૬ લાખ થઇ ગયા હતાં. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઇમના કેસોમાં એન્ફોર્સમેન્ટ એજન્સીઓને મદદરૂપ થવા અને ફ્રેમવર્ક તથા ઇકો સિસ્ટમ પૂરી પાડવા માટે આઇફોરસીની રચના કરી છે.

કુમારે જણાવ્યું હતું કે ૨૦૨૩માં એનસીઆરપી પર સાયબર ક્રાઇમના ૧૫.૫૬ લાખ કેસ નોંધવામાં આવ્યા હતાં. આ સંખ્યા મુજબ એક લાખની વસ્તી પર ૧૨૯ સાયબર ક્રાઇમના કેસ થાય છે. 

કુમારે જણાવ્યું હતું કે એક એપ્રિલ, ૨૦૨૧થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ભારતના લોકોએ કુલ ૧૦,૩૧૯ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. જે પૈકી ૧૧૨૭ કરોડ રૂપિયા બ્લોક કરવામાં સફળતા મળી છે. જેમાંથી ૯ થી ૧૦ ટકા રકમ પીડિતોના ખાતામાં રિસ્ટોર કરવામાં આવી છે.

તેમના જણાવ્યા અનુસાર ૫૦ ટકા સાયબર અપરાધીઓ કમ્બોડિયા, વિયેતનામ, ચીન અને અન્ય દેશોની ગેંગ સાથે સંકળાયેલા છે. 

પીડિતોના ખાતામાં ઝડપથી રકમ રિસ્ટોર થઇ જાય તે માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની રચના કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News