Get The App

સાયબર ઠગોએ મહિલાને 15 લાખ પાછા આપ્યા, અને પછી જે થયું તે જાણી લોકો રહી ગયા દંગ

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
સાયબર ઠગોએ મહિલાને 15 લાખ પાછા આપ્યા, અને પછી જે થયું તે જાણી લોકો રહી ગયા દંગ 1 - image


Image Source: Freepik

Cyber Fraud: ભારતમાં સાયબર છેતરપિંડી હવે ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ત્યારે આ વચ્ચે મુંબઈમાં 77 વર્ષની મહિલા સાથે સાયબર ફ્રોડનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઠગોએ ખુદને law enforcement officials જણાવી મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી લીધી હતી. તેને ધમકી આપીને રૂ.3.80 કરોડની છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મહિલાએ વિદેશમાં રહેતી તેની પુત્રીને ફોન કર્યો. મુંબઈ પોલીસે આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. 

વોટ્સએપ કોલ કરીને છેતરપિંડી કરી

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત મહિને એક અજાણ્યા વ્યક્તિએ મહિલાને વોટ્સએપ કોલ કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, મહિલા દ્વારા તાઈવાન મોકલવામાં આવેલા પાર્સલમાં પ્રતિબંધિત એમડીએમએ ડ્રગ્સ, પાંચ પાસપોર્ટ, એક બંઁક કાર્ડ અને કપડાં મળી આવ્યા છે. મહિલાએ કહ્યું કે, મેં કોઈ પાર્સલ નથી મોકલ્યું, તો ફોન કરનારે કહ્યું કે આ કામ માટે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મહિલાને સ્કાયપ એપ ડાઉનલોડ કરવા માટે કહ્યું

આ વચ્ચે ફોન કરનારે ખુદને મુંબઈ પોલીસ અધિકારી સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ કોલર પોલીસ જેવા દેખાતાં વ્યક્તિ સાથે કનેક્ટ કરે છે. તે પોલીસકર્મી મહિલાને કહે છે કે તમારું આધાર કાર્ડ મની લોન્ડરિંગ મામલે જોડાયેલું છે. આ સાથે જ મહિલાને સ્કાયપ એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. આ સાથે જ એમ પણ કહ્યું કે કોલ ડિસ્કનેક્ટ ન કરવો અને આ વાત કોઈની સાથે શેર ન કરવી.

ઠગે પોતાની ઓળખ આઈપીએસ અધિકારી તરીકે આપી

જે વ્યક્તિ મહિલાને આ તમામ નિર્દેશ આપી રહ્યો હતો તેણે પોતાની ઓળખ આઈપીએસ અધિકારી તરીકે આપી હતી. તેણે મહિલા પાસે બૅંક ખાતાની વિગતો માગી. આ દરમિયાન એક બીજો ઠગ જોડાય છે, જે પોતાને નાણા વિભાગનો અધિકારી જણાવે છે. તે મહિલાને કેટલાક એકાઉન્ટ નંબર આપે છે અને તેને તેમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કહે છે અને તે એમ પણ કહે છે કે તપાસ પૂર્ણ થયા પછી આ પૈસા પરત કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: ભારતે પહેલીવાર સબમરીનથી સમુદ્રમાં પરમાણુ બેલેસ્ટિક મિસાઈલનું સિક્રેટ સફળ પરીક્ષણ કર્યું

મહિલાનો વિશ્વાસ જીતવા માટે 15 લાખ રૂપિયા પાછા પણ આપ્યા

મહિલાનો વિશ્વાસ જીતવા માટે આ ઠગો પૈસા ટ્રાન્સફર કરાવે છે અને પછી 15 લાખ રૂપિયા પાછા પણ આપી દે છે. ત્યારબાદ તેઓ મહિલાને તેમના પતિના જોઈન્ટ એકાઉન્ટમાંથી તમામ પૈસા ટ્રાન્સફર કરવા માટે કહે છે. મહિલા છ અલગ-અલગ ખાતામાં અનેક ટ્રાન્જેક્શન દ્વારા રૂ. 3.80 કરોડ રૂપિયા મોકલાવે છે. 

મહિલાને શંકા થતા વિદેશમાં રહેતી પોતાની દીકરીને કોલ કર્યો

ત્યારબાદ જ્યારે લાંબો સમય પસાર થયા પછી પણ પૈસા પાછા નથી આવતા અને ઠગો ટેક્સના નામે વધુ પૈસા માગે છે, ત્યારે મહિલાને શંકા થવા લાગે છે. આ મહિલા વિદેશમાં રહેતી પોતાની દીકરીને ફોન કરે છે. જેવી દીકરી તેની માતાની વાત સાંભળે છે, તે તરત જ કહે છે કે તમારી સાથે ફ્રોડ થયો છે.

ત્યારબાદ મહિલા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને તમામ જાણકારી આપે છે. મહિલાની ફરિયાદ બાદ એ 6 બૅંક ખાતાને ફ્રીઝ કરી દેવામાં આવે છે, જેમાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 

સાયબર ઠગો અવનવી પદ્ધતિઓ અપનાવીને લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે

સાયબર ઠગો કેવી રીતે અવનવી પદ્ધતિઓ અપનાવીને લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે તેની સાક્ષી આ ઘટના છે. અધિકારીઓનું કહેવું છે કે, લોકોએ હંમેશા સતર્ક રહેવું જોઈએ અને ક્યારેય પણ પોતાના બૅંક એકાઉન્ટ અથવા અંગત માહિતી ફોન પર કોઈની સાથે શેર ન કરવી જોઈએ. કોઈપણ શંકાસ્પદ કોલની તાત્કાલિક પોલીસને જાણ કરવી. 


Google NewsGoogle News