Get The App

દેશમાં રોજ સરેરાશ રૂ. 60 કરોડની સાયબર ચોરી, સૌથી વધુ ભોગ બને છે વોટ્સએપ યુઝર્સ

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
cyber fraud


Cyber Fraud: ડિજિટાઈઝેશનના યુગમાં સાયબર ફ્રોડના કેસો પણ સતત વધી રહ્યા છે. ભારતમાં રોજનું રૂ. 60 કરોડનું સાયબર ફ્રોડ થઈ રહ્યું છે. વર્ષ 2024માં ભારત સહિત વિશ્વમાં આશરે 85 લાખ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ નોંધાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, વોટ્સએપ બાદ ટેલિગ્રામ અને ઈન્સ્ટાગ્રામ મારફત સૌથી વધુ ફ્રોડ થયા છે. આ ત્રણ એપ્સમાં કરોડો યુઝર્સ છે. જેના લીધે સાયબર ગુનેગાર સરળતાથી લોકોને ઉલ્લુ બનાવી ચૂનો લગાવી રહ્યો છે.

વોટ્સએપ પર સૌથી વધુ ફ્રોડ

વર્ષ 2024ના પ્રથમ ત્રણ માસમાં વોટ્સએપ મારફત સાયબર ફ્રોડના સૌથી વધુ 43797 કેસ નોંધાયા હતા. ટેલિગ્રામ મારફત 22680 અને ઈન્સ્ટાગ્રામ મારફત 19800 ફરિયાદો નોંધાઈ હતી. સાયબર ગુનેગારો ગુગલ સર્વિસ પ્લેટફોર્મની મદદથી લોકોને શિકાર બનાવે છે. આ સ્કેમને પિગ બુચરિંગ સ્કેમ અથવા ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ તરીકે ઓળખાય છે.

આ પણ વાંચોઃ ખેડૂતોને કેન્દ્ર સરકારની નવા વર્ષની ભેટ: પીએમ ફસલ યોજનાની નાણાકીય ફાળવણી-ખાતર કંપનીઓને સહાય વધારી

મની લોન્ડરિંગના કિસ્સા વધ્યા

સોશિયલ મીડિયા મારફત મની લોન્ડરિંગ અને સાયબર સ્લેવરીના કેસો વધ્યા હતાં. બેરોજગાર યુવાનો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. સાયબર ગુનેગારો સ્પોન્સર્ડ ફેસબુક એડ મારફત દેશમાં ગેરકાયદે લોન આપનારી એપ્સ લોન્ચ કરી ફ્રોડ કરે છે.

ઓનલાઈન પેમેન્ટનું ચલણ વધ્યું

સમગ્ર વિશ્વમાં ઓનલાઈન બેન્કિંગનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. ભારતમાં પણ કોરોના મહામારી બાદ ઓનલાઈન પેમેન્ટમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં લોકોએ UPI પેમેન્ટ, કાર્ડ પેમેન્ટ, મોબાઈલ બેન્કિંગ દ્વારા તેમના નાણાકીય વ્યવહારો પૂર્ણ કર્યા છે. ઓનલાઈન બેન્કિંગની સાથે સાથે ઓનલાઈન છેતરપિંડીના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. દર વર્ષે લાખો લોકો આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, ઓનલાઈન છેતરપિંડીથી રક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

સાયબર છેતરપિંડીથી બચવાના ઉપાયો

સાયબર છેતરપિંડીથી બચવા માટેનું પહેલું પગલું એ છે કે સાવધાન રહેવું. જો તમને કોઈ અજાણી વ્યક્તિ તરફથી ઈમેલ, સંદેશા અથવા કૉલ્સ પ્રાપ્ત થાય છે. તો સાવચેત રહો. તમારી પર્સનલ અને બેન્કિંગ સંબંધિત માહિતી આપશો નહીં. આવી કોઈ વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. હંમેશા મજબૂત પાસવર્ડ બનાવો. જો શક્ય હોય તો, યુઝર નેમ અને પાસવર્ડના આધારે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA)નો ઉપયોગ કરો. તમારા ઓનલાઇન એકાઉન્ટનો પાસવર્ડ નિયમિતપણે બદલો.

દેશમાં રોજ સરેરાશ રૂ. 60 કરોડની સાયબર ચોરી, સૌથી વધુ ભોગ બને છે વોટ્સએપ યુઝર્સ 2 - image


Google NewsGoogle News