Get The App

સાયબર ગુનેગારોએ કરી 10,300 કરોડ રૂપિયાની હેરાફેરી, જાણો ત્રણ વર્ષમાં કેટલા કેસ નોંધાયા

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
સાયબર ગુનેગારોએ કરી 10,300 કરોડ રૂપિયાની હેરાફેરી, જાણો ત્રણ વર્ષમાં કેટલા કેસ નોંધાયા 1 - image


Cyber Crime : ઇન્ડિયન સાયબર ક્રાઇમ કૉ-ઓર્ડિનેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં સાયબર ગુનેગારોએ દેશમાં 10,300 કરોડ રૂપિયાથી પણ વધારે રકમની હેરાફેરી કરે છે. જોકે આ દરમિયાન એજન્સીએ આશરે 1127 કરોડ રૂપિયા સફળતાપૂર્વક બ્લોક કર્યા હતા. તેમાં 9 થી 10% પીડિતોના ખાતામાં રૂપિયા પરત કરી દેવામાં આવ્યા છે.

સંસ્થાના સીઈઓ રાજેશ કુમારે વાર્ષિક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, એનસીઆરટી પર ત્રણ વર્ષમાં 29.74 લાખ સાયબર અપરાધના ગુના નોંધવામાં આવ્યા છે. કુમારે જણાવ્યું હતું કે G20 શિખર સંમેલન દરમિયાન તેના પોર્ટલને હેક કરવા સાયબર ગુનેગારોએ દર મિનિટે 16 લાખ ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ હુમલા કર્યા હતા પરંતુ અમે તેને નિષ્ફળ બનાવી દીધા હતા.

50 ટકા સાયબર ક્રાઈમ કંબોડિયા, ચીન અને વિયેતનામથી 

રાજેશ કુમારે જણાવ્યું હતું કે, આશરે 50% સાયબર હુમલા કંબોડિયા, વિયેતનામ ચીન અને અન્ય દેશોથી સંચાલિત થતી ગેંગ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં જામતારા અને દેવઘરથી સાયબર ગુનાઓને અંજામ આપવામાં આવે છે. પોલીસે ગત મહિને અહીંથી 454 લોકોની ધરપકડ કરી હતી.

પ્રતિબિંબ સોફ્ટવેર લોન્ચ કરાયું

તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં જ એક નવું સોફ્ટવેર પ્રતિબિંબ લોન્ચ કરવામાં આવ્યું છે. તેનાથી રાજ્ય પોલીસને પોતાના ક્ષેત્રમાં સક્રિય સાયબર ગુનેગારોની ઓળખ કરવામાં મદદ મળશે. પીડિતોના ખાતામાં રકમ જમા કરવા બાબતે પડતી મુશ્કેલી અંગે તેમણે જણાવ્યું હતું કે, સરકાર એક નવી પ્રક્રિયા તૈયાર કરી રહી છે જેનાથી પીડિતો માટે પોતાના પૈસા પર દાવો કરવો એકદમ સરળ થઈ જશે.


Google NewsGoogle News