'2024માં સત્તામાં આવતા જ મહિલા અનામત લાગુ કરી દઈશું', CWC મીટિંગમાં મલ્લિકાર્જૂન ખડગેનું વચન

આ મહત્વના મુદ્દા પર સત્તા પક્ષનું મૌન, ખડગેના સરકાર પર પ્રહાર

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
'2024માં સત્તામાં આવતા જ મહિલા અનામત લાગુ કરી દઈશું', CWC મીટિંગમાં મલ્લિકાર્જૂન ખડગેનું વચન 1 - image


CWC Meet : આજ રોજ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાય હતી. બેઠક પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર અને BJP પર જાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે મૌન રહેવાને લઇ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કલ્યાણકારી યોજનાઓમાં ભાગદારીએ ખૂબ જ મોટો અને મહત્વનો મુદ્દો કહેવામાં આવે છે. જેના દ્વારા સામાજિક અને આર્થિક નબળા વર્ગોની સ્થિતિ સુનિશ્ચિત કરી શકાય છે.  

અમે સત્તા પર આવીશું તો મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરીશું : ખડગે

આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષે મહિલા બીલ  મુદ્દે પણ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, તે પ્રચાર અને વોટબેંકની રાજનીતિ માટે લાવવામાં આવેલ વિધાયક છે.  મહિલા અનામત બિલ લાવવાની સાથે અન્ય પછાત વર્ગ (ઓબીસી) મહિલાઓને પ્રતિનિધિત્વ ન આપવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, આવતા વર્ષે જો કોંગ્રેસ સરકાર આવશે તો ઓબીસી મહિલાઓ સાથે યોગ્ય વ્યવહાર સુનિશ્ચિત કરશે. સહભાગિતા, લોકસભા અને વિધાનસભાઓમાં પ્રતિનિધિત્વ સંબંધિત મહિલા અનામતનો અમલ કરવામાં આવશે.

આ મહત્વના મુદ્દા પર સત્તા પક્ષનું મૌન 

કોંગ્રેસ અધ્યક્ષે મહિલા આરક્ષણ મુદ્દે જણાવ્યું કે તે પ્રક્રિયાને જટિલ બનાવી છે. મહિલા આરક્ષણને જટિલ બનાવવા માટે વસ્તી ગણતરી અને સીમાંકનની સ્થિતિને શા માટે જોડવામાં આવી? વસ્તી ગણતરી અને સીમાંકનના મુદ્દાને સાથે જોડવાથી ખબર જ નથી પડે એમ કે આ બિલ ક્યારે વાસ્તવિકતા બનશે. આ સિવાય તેમણે જાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દાને પણ મહત્વતા આપતા સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, જાતિ આધારિત વસતી ગણતરી પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. કોંગ્રેસ પાર્ટી દેશવ્યાપી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ સતત ઉઠાવી રહી છે. આ મહત્વનો મુદ્દો છે પણ સત્તા પક્ષ તેના પર મૌન છે. તેમણે કહ્યું, આ ચિંતાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવી અમારા માટે મહત્વપૂર્ણ છે. જો અમે 2024માં સત્તામાં આવીશું તો અમે તરત જ OBC મહિલાઓની રાજકીય ભાગીદારી નક્કી કરવા સાથે મહિલા અનામતનો અમલ કરીશું.

જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે સરકારનું મૌન : ખડગે

ઉપરાંત આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સરકાર અને BJP પર જાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે મૌન રહેવાને લઇ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કલ્યાણકારી યોજનાઓમાં ભાગદારીએ ખૂબ જ મોટો અને મહત્વનો મુદ્દો કહેવામાં આવે છે. જેના દ્વારા સામાજિક અને આર્થિક નબળા વર્ગોની સ્થિતિ સુનિશ્ચિત કરી શકાય છે. 


Google NewsGoogle News