Get The App

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળ્યા, સભાપતિએ કહ્યું- આ ગંભીર મામલો

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
JP Nadda


Cash Found From Parliament: રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળતાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે. સભાપતિ જગદીપ ધનખડે ખુદ આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ શરુ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ દુનિયાના નક્શાથી 'ગાયબ' થઈ જશે આ દેશ, ઈલોન મસ્કે કરી ડરામણી ભવિષ્યવાણી! જાણો કારણ

શુક્રવારે સભાપતિ જગદીપ ધનખડે જાણકારી આપી હતી કે ગઈકાલે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ સુરક્ષા અધિકારીઓએ અમને જણાવ્યું કે સીટ નંબર 222 પરથી કેશ મળી આવી છે. આ સીટ તેલંગણાથી સાંસદ અભિષેક મનુ સિંઘવીને અલોટ કરવામાં આવી હતી. આ મામલે નિયમો અનુસાર તપાસ થવી જોઈએ અને એ શરુ પણ કરી દેવામાં આવી છે.

ખડગેએ વિરોધ કર્યો

રાજ્યસભાના અધ્યક્ષે આજે સંસદમાં સીટ નંબર 222 પરથી સિક્યોરિટી કર્મીને નોટોના બંડલ મળી આવ્યા હોવાની અને આ મામલે તપાસ હાથ ધરાઈ હોવાનું જાણ કરતાં જ મલ્લિકાર્જુને તુરંત જ ઊભા થઈ સલાહ આપી કે, તમે કહી રહ્યા છો કે, આ મામલે તપાસ હાથ ધરી છે, તો જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી નામ જાહેર કરવું જોઈએ નહીં.


સત્તાપક્ષ ભાજપ તરફથી આ મામલે કોંગ્રેસને ઘેરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ સત્તાપક્ષને જવાબ આપવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદ જે. પી. નડ્ડાએ આ મામલાને ગંભીર ગણાવ્યો હતો. આ સાથે ભાજપે તપાસની પણ માગ કરી છે. નડ્ડાએ કહ્યું કે મને આશા છે કે આ મામલે યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે. જ્યારે આ મામલે ખુલાસો કરતાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ નોટોના બંડલ મારા નથી. ખડગેએ પણ કહ્યું કે તપાસ વગર કોઈના પર આરોપ કેવી રીતે લગાવી શકાય.

સંઘવીએ આરોપો ફગાવ્યા

અભિષેક મનુ સંઘવીએ આ આરોપોને ફગાવતાં જણાવ્યું છે કે, હું જ્યારે રાજ્યસભામાં જઉં છું, ત્યારે મારી પાસે માત્ર રૂ. 500ની નોટ રાખુ છું. મે આ પ્રથમ વખત સાંભળ્યું છે (મારી પાસે નોટોના બંડલ છે.) હું સંસદમાં 12.57 વાગ્યે પહોંચ્યો હતો. સંસદની કામગીરી 1.00 વાગ્યે શરુ થઈ હતી. બાદમાં હું 1.30 વાગ્યા સુધી અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ સાથે બેઠો હતો અને ત્યારબાદ સંસદમાંથી બહાર નીકળ્યો હતો.

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળ્યા, સભાપતિએ કહ્યું- આ ગંભીર મામલો 2 - image


Google NewsGoogle News