ચલણી નોટ પ્રેસમાં વિવિધ પદો માટે ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકશે અરજી

ભરતીમાં કુલ 117 વિવિધ પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવી છે

કરેંસી નોટ પ્રેસ દ્વારા કરવામાં આવેલ જાહેરાતમાં અરજી કરવાની પ્રક્રિયા 19 ઓક્ટોબર 2023થી શરુ થશે

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
ચલણી નોટ પ્રેસમાં વિવિધ પદો માટે ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકશે અરજી 1 - image
Image Envato 

તા. 18 ઓક્ટોબર 2023, બુધવાર 

સરકારી નોકરી કરવાનું સ્વપ્ન દેખતા ઉમેદવારો માટે મહત્વની જાહેરાત છે. ભારત સરકારની મહત્વની ગણાતી કંપનીઓમાંથી એક માનવામાં આવતી કરેંસી નોટ પ્રેસ નાસિકમાં વિવિધ પદો પર ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે માટે ઈચ્છુક ઉમેદવારો અધિકૃત વેબસાઈટ www.cnpnashik.spmcil.com પર જઈ અરજી શકે છે. 

ભરતીમાં કુલ 117 વિવિધ પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવી છે

આ ભરતીમાં સુપરવાઈઝર આર્ટિસ્ટ, સચિવાલય સહાયક અને જુનિયર ટેકનિશિયન સહિત કુલ 117 પદો પર ભરતી કરવામાં આવનાર છે. તમને જણાવી દઈએ કે જુનિયર ટેક્નિશિયન માટે જુદા જુદા વિભાગોમાં 12 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે. વિવિધ પદો અંતર્ગત  જાણકારી માટે ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ પર માહિતી મેળવી શકે છે.

ઓનલાઈન પરીક્ષાનું આયોજન ફેબ્રુઆરી 2024માં આયોજીત કરવામાં આવશે

કરેંસી નોટ પ્રેસ દ્વારા કરવામાં આવેલ જાહેરાતમાં અરજી કરવાની પ્રક્રિયા 19 ઓક્ટોબર 2023થી શરુ થશે. તેમજ તેની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2023 સુધી છે. અરજી કર્યા બાદ કરેંસી નોટ પ્રેસ દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન ફેબ્રુઆરી 2024માં આયોજીત કરવામાં આવશે. 

શૈક્ષણિક લાયકાત અને અરજીની ફી

એન્જીનિયરિંગમાં બીએસસી તેમજ બીઈ, બીટેકની ડિગ્રી ધરાવનારા ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકશે. તો અરજી ફીની વાત કરીએ તો જનરલ,  EWS અને OBC ના ઉમેદવારોએ 600 રુપિયા અરજી ફી ભરવાની રહેશે. આ સાથે ફી બાબતે વધુ માહિતી માટે ઉમેદવારો અધિકૃત વેબસાઈટ www.cnpnashik.spmcil.com વેબસાઈટ પર જઈ માહિતી મેળવી શકે છે. 

વય મર્યાદા અને પસંદગીની પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને મેરિટ લીસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે. સાથે ઉમેદવારોની વયમર્યાદા વિશે વાત કરીએ તો 18 થી 25 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. અનામત કક્ષાના ઉમેદવારોની વધુમાં વધુ ઉંમર કેન્દ્ર સરકારના નિયમ અને શરતો પ્રમાણે છુટ આપવાની જોગવાઈ છે. તો પગાર ધોરણ વિશે વાત કરીએ તો આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને વિવિધ પોસ્ટ મુજબ 18,780 રુપિયાથી લઈને 95,910 રુપિયાનો પગાર આપવામાં આવશે. 

ચલણી નોટ પ્રેસમાં વિવિધ પદો માટે ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકશે અરજી 2 - image


Google NewsGoogle News