વિદ્યાર્થીઓ માટે સમાચાર, બદલાઈ શકે છે CUET-UG પરીક્ષાની તારીખો, UGC અધ્યક્ષે જણાવ્યું કારણ
CUET-UG 2024ની પરીક્ષા 15થી 31 મે સુધી યોજાઈ શકે છે
Image Envato |
CUET UG 2024 Exam Dates: UGCના અધ્યક્ષ જગદીશકુમારના કહેવા પ્રમાણે કોમન યૂનિવર્સિટી એન્ટ્રસ ટેસ્ટ (CUET)UGનું શેડ્યુલ લોકસભા ચૂંટણી કાર્યક્રમના આધારે બદલાઈ જવાની સંભાવના છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ મંગળવારે જાહેરાત કરી હતી કે, CUET-UG 2024ની પરીક્ષા 15થી 31 મે સુધી યોજાઈ શકે છે અને પરીક્ષાનું રિઝલ્ટ 30 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.
હકીકતમાં ભારતમાં આ વર્ષે 18મી લોકસભાની ચૂંટણી થવાની છે. હાલમાં આખા દેશમાં તેની તૈયારી ચાલી રહી છે. 18મી લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પણ આ મહિને થવાની સંભાવના છે.
એનટીએ દ્વારા જાહેર કરવામાં આવેલ તારીખ કામચલાઉ
UGCના પ્રમુખ જગદીશકુમારે રવિવારે પીટીઆઈને કહ્યું કે, એનટીએ દ્વારા જાહેર CUET-UG 2024ની તારીખ કામ ચલાઉ છે. તેથી એકવાર ચૂંટણીની તારીખ જાહેર થઈ ગયા પછી, એનટીએ CUET-UGની ફાઈનલ તારીખ જાહેર કરવામાં આવશે.
CUET-UGની અરજી પ્રક્રિયા 27 ફેબ્રુઆરી, 2024 મંગળવારથી શરુ થઈ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 26 માર્ચ છે. ગયા વર્ષે CUET-UG દેશભરમાં સ્ટેટ, ડિમ્સ અને પ્રાઈવેટ વિશ્વવિદ્યાલયો સહિત કોઈ પણ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો અથવા અન્ય ભાગ લેનારા સંગઠનોમાં એડમિશન લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ સિંગલ વિંડોની ઓપર્ચ્યુનિટી આપે છે.