CBSEએ જાહેર કર્યુ CTET એડમિટ કાર્ડ, આ લિંકથી કરો ડાઉનલોડ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSC)એ તા. 18 જાન્યુઆરીએ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) એડમિટ કાર્ડ 2024 જાહેર કરી દીધું છે

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
CBSEએ જાહેર કર્યુ CTET એડમિટ કાર્ડ, આ લિંકથી કરો ડાઉનલોડ 1 - image
Image  Web 

તા. 19 જાન્યુઆરી 2024, શુક્રવાર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSC)એ તા. 18 જાન્યુઆરીએ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) એડમિટ કાર્ડ 2024  જાહેર કરી દીધું છે. જે ઉમેદવારોએ CTET માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઈટ ctet.nic.in પર જઈને CTET 2024ની  પરીક્ષા માટે એડમિટ કાર્ડની તપાસ કરી ડાઉનલોડ કરી શકે છે.  CTET પરીક્ષા એડમિટ કાર્ડ 2024 ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ લોગિંન માટે નોંધણી નંબર, જન્મ તારીખ અને પાસવર્ડની જરુર રહેશે. 

21 જાન્યુઆરીના રોજ થશે પરીક્ષા

CTET 2024 નું પેપર 21 જાન્યુઆરી 2024ના રોજ આયોજીત કરવામાં આવશે. ઉમેદવારોએ પેપર 2 માટે સવારે 7.30 કલાક અને પેપર 1માટે બપોરે 12 કલાકે એટલે પરીક્ષા શરુ થતા પહેલા 120 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટ કરવાનો રહેશે.  રજીસ્ટ્રેડ ઉમેદવારો અધિકૃત પોર્ટલ પર પોતાનો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરવાથી લોગઈન કરી શકશે. ત્યાર બાદ  CTET 2024 માટે પ્રવેશ કાર્ડ ચેક કરીને ડાઉનલોડ કરી શકશે. 

આ રીતે કરી શકશો એડમિટ કાર્ડ ડાઉનલોડ

સ્ટેપ 1. અધિકૃત વેબસાઈટ પર જઈ ctet.nic.in પર જવું.

સ્ટેપ 2. હોમ પેજ પર એડમિટ કાર્ડ ડાઉનલોડ લખેલું છે ત્યા ક્લિક કરો

સ્ટેપ 3. હવે તમારી સમક્ષ એક નવું પેજ ઓપન થશે, જેમા તમારા રજીસ્ટ્રેશનની વિગતો ડાઉનલોડ કરી સબમિટ કરો.

સ્ટેપ 4. તમારુ  CTET એડમિટ કાર્ડ સ્ક્રીન પર જોવા મળશે. 

સ્ટેપ 5. હવે તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કરાવી લેવાની રહેશે.

નોધ. ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર  CTET એડમિટ કાર્ડ 2024 ની એક કોપી અને આ ઉપરાંત એક ફોટો આઈડી કાર્ડ સાથે લઈ જવાનું રહેશે. 


Google NewsGoogle News