‘મુસ્લિમ દેશો પાસેથી ખરીદાયેલું ક્રૂડ DJ-પોલીસ વાનમાં ઉપયોગ નહીં થાય’ AAPનો યોગી સરકાર પર કટાક્ષ

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
BJP


Sanjay Singh And Yogi Adityanath : આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કાવડ યાત્રાના માર્ગ પર આવતી તમામ દુકાનો પર માલિકોના નામ લખવાના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારના આદેશની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે કટાક્ષ કર્યો છે કે, 'સાઉદી અરેબિયા અને ઈરાનના મુસ્લિમો પાસેથી ખરીદેલું તેલ કાવડ ડીજે અને પોલીસ વાનમાં વાપરવામાં આવશે નહીં.'

યોગી સરકારે દુકાનો પર નેમપ્લેટ લગાવવાના કર્યા આદેશ

આપના સાંસદે સોશિયલ મીડિયા માધ્મય X પર ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'BJP એ ચૂંટણી હાર્યા PDA વિરુદ્ધમાં અભિયાન શરૂ કર્યું છે. આ દરમિયાન યોગી સરકારે દુકાનો પર નેમપ્લેટ લગાવવાના આદેશ કર્યા હતા. આ સાથે ભાજપ સરકાર દલિતો, પછાત, આદિવાસી અને લઘુમતીના લોકોની દુકાનેથી સામાનની ખરીદી કરશે નહીં. '

ભાજપની રગ-રગમાં નફરત છે : સંજય સિંહ

તેમણે ભાજપ પર આકાર પ્રહાર કરતાં કહ્યું કે, 'ભાજપના નેતા આદિવાસી યુવકના માથા પર પેશાબ કરે છે અને દલિતોને ઘોડી પર બેસવા દેતા નથી. આ સાથે પ્રભુ શ્રી રામના નામથી ફાળો ઉઘરાવી ચોરી કરે છે. આ ઉપરાંત, અવધેશ પાસીજીની જીત પર તેમને અપશબ્દો બોલવામાં આવ્યાં હતા. જ્યારે અખિલેશજીના મંદિરમાં જવાથી મંદિરને ગંગાના પાણીથી ધોવામાં આવે છે. ભાજપની રગ-રગ નફરત ભરેલી છે. માણસને માણસ સમજો યોગીજી '

ક્યારેથી શરુ થશે કાવડ યાત્રા?

ઉત્તર પ્રદેશની પ્રખ્યાત કાવડ યાત્રા 22 જુલાઈથી શરૂ થવાની છે, જોકે તે પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે યાત્રાના માર્ગ પર આવતી તમામ દુકાનો પર માલિકોના નામ લખવાનો આદેશ આપ્યો છે, જેનો વિપક્ષો સહિત ખૂદ એનડીએના સાથી પક્ષો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

કોંગ્રેસ અને AIMIM એ વિરોધ કર્યો

આ સાથે યાત્રા દરમિયાન ઉપયોગમાં લેનાર ડીજેની ઊંચાઈ પણ નક્કી કરવામાં આવી છે. મુઝફ્ફરનગરમાં પ્રશાસને યાત્રા રૂટમાં ખાણીપીણીનો વેપાર કરતી ગાડીઓ પર દુકાનદારોના નામ લટાવવામાં આવ્યાં છે. તેવામાં સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય સામે કોંગ્રેસ અને AIMIM એ વિરોધ કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા પવન ખેડાએ સરકારના આદેશ પર આકરી પ્રતિક્રિયા આપી હતી.

દેશને અંધકારમાં પાછળ ધકેલવાની પરવાનગી નહીં આપીએ : કોંગ્રેસ નેતા

કોંગ્રેસના નેતાએ કહ્યું કે, 'રાજકીય પક્ષો જ નહીં પરંતુ યોગ્ય વિચાર ધરાવતા લોકો અને મીડિયાએ રાજ્યની કટ્ટરતા સામે ઉભુ થવું જોઈએ.  અમે ભાજપને દેશને અંધકારમાં પાછળ ધકેલવા માટેની પરવાનગી નહીં આપીએ.'

‘મુસ્લિમ દેશો પાસેથી ખરીદાયેલું ક્રૂડ DJ-પોલીસ વાનમાં ઉપયોગ નહીં થાય’ AAPનો યોગી સરકાર પર કટાક્ષ 2 - image


Google NewsGoogle News