CRPFમાં 659 ઈન્ટેલિજન્સ ઓફિસર તહેનાત કરાશે, ગૃહ મંત્રાલયે આપી મંજૂરી, આ કારણે લીધો નિર્ણય

તેમની જવાબદારી જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir), નક્સલ પ્રભાવિત વિસ્તારો અને અન્ય સંવેદશનીલ ક્ષેત્રોમાં જાણકારી અને ઈનપુટ એકઠાં કરવાની હશે

એક ટોચના અધિકારીએ પુષ્ટી કરી કે ઈન્ટેલિજન્સ ગ્રિડ (intelligence grid) માટે 659 પદોના પ્રસ્તાવને ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
CRPFમાં 659 ઈન્ટેલિજન્સ ઓફિસર  તહેનાત કરાશે, ગૃહ મંત્રાલયે આપી મંજૂરી, આ કારણે લીધો નિર્ણય 1 - image

વિશ્વના સૌથી મોટા અર્ધસૈનિક દળની ઈન્ટેલિજન્સ બ્રાન્ચને વધુ મજબૂત કરવા સીઆરપીએફ (CRPF)માં જલદી જ 659 અધિકારી અને કર્મચારીઓને તહેનાત કરાશે. તેમની જવાબદારી જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir), નક્સલ પ્રભાવિત વિસ્તારો અને અન્ય સંવેદશનીલ ક્ષેત્રોમાં જાણકારી અને ઈનપુટ એકઠાં કરવાની હશે. 

અધિકારીએ કરી પુષ્ટી 

એક ટોચના અધિકારીએ પુષ્ટી કરી કે ઈન્ટેલિજન્સ ગ્રિડ (intelligence grid) માટે 659 પદોના પ્રસ્તાવને ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ એવી પણ જાણકારી આપી છે બે સીઆરપીએફને ઈન્ટેલિજન્સ ગ્રિડ માટે લગભગ ડઝન વરિષ્ઠ અધિકારી વધારાના મળશે. અધિકારીઓએ કહ્યું કે આ કર્મચારી ફક્ત ઈન્ટેલિજન્સ વિંગ માટે કામ કરશે કેમ કે સીઆરપીએફનો દાયરો હવે વધી રહ્યો છે અને શ્રીનગર ક્ષેત્રમાં તે વધારે મહત્ત્વપૂર્ણ કાર્ય કરશે. 

તપાસ બાદ મંજૂરી અપાઈ 

જમ્મુ-કાશ્મીર ઉત્તર-પૂર્વ અને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્રોમાં તહેનાત સીઆરપીએફના હેડક્વાર્ટર તથા 43 બટાલિયનોની આ વિભાગમાં તપાસ કરાઈ હતી. તેના પછી તમામ પદો માટે સહમતિ અપાઈ હતી. 



Google NewsGoogle News