ગુજરાતનાં વીર સપૂતે દેશ સેવા કરતાં કરતાં પ્રાણ છોડ્યા, કુલગામમાં કાર્ડિયેક અરેસ્ટથી નિધન
CRPF Jawan Dies Of Heart Attack in Kulgam: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં તહેનાત CRPF જવાનનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે (ચોથી ફેબ્રુઆરી) સવારે બની હતી જ્યારે નીલોમાં CRPFની E/37મી બટાલિયનમાં તહેનાત વિષ્ણુને છાતીમાં ભારે દુ:ખાવો થતો હતો.
મૂળ ખેડાના વતની અને કુલગામમાં તહેનાત વિષ્ણુની તબિયત લથડતાં તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. પોલીસે આ મામલાની તપાસ શરુ કરી દીધી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.