Get The App

પહેલીવાર રાષ્ટ્રપતિ ભવનમાં ગુંજશે શરણાઈ! CRPFની મહિલા જવાનના લગ્નનો દાવો

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
CRPF Assistant Commandant Wedding


CRPF Assistant Commandant Wedding: કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે તૈનાત મધ્યપ્રદેશના શિવપુરીની પુત્રી પૂનમ ગુપ્તાના લગ્નની શરણાઈ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં વાગશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રાષ્ટ્રપતિ ભવનમાં પહેલીવાર વર-કન્યાને સાત ફેરા લેવાની તક મળશે.

જાણો કોણ છે પૂનમ ગુપ્તા 

પૂનમ ગુપ્તાને રાષ્ટ્રપતિ ભવનમાં પર્સનલ સિક્યુરિટી ઑફિસર (પીએસઓ) તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની સુરક્ષા હેઠળ થોડા સમય માટે તૈનાત કરવામાં આવ્યા છે. પૂનમ જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અવિનાશ કુમાર સાથે 12 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરશે. 

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આયોજિત CAPF પરીક્ષા-2018માં 81મો રેન્ક મેળવીને પૂનમે CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટનું પદ મેળવ્યું. જ્યારે પૂનમના પિતા શિવપુરીની શ્રીરામ કોલોનીમાં રહે છે. તેઓ નવોદય વિદ્યાલય મગરૌનીમાં ઑફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરે છે.

આ પણ વાંચો: 100 સુનાર કી એક લુહાર કી...! યમુનામાં ઝેર મામલે ચૂંટણી પંચના 5 સવાલો સામે કેજરીવાલનો માત્ર એક જવાબ

રાષ્ટ્રપતિ ભવનના મધર ટેરેસા ક્રાઉન કોમ્પ્લેક્સમાં થશે લગ્ન 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પૂનમના નમ્ર વર્તન, નરમ વાણી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાથી પ્રભાવિત છે. જ્યારે તેને ખબર પડી કે પૂનમનાં લગ્ન નક્કી થઈ ગયા છે ત્યારે તેણે રાષ્ટ્રપતિ ભવનના મધર ટેરેસા ક્રાઉન કોમ્પ્લેક્સમાં તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું. હવે આ લગ્ન 12મી ફેબ્રુઆરીએ કેટલાક પસંદગીના મહેમાનોની હાજરીમાં થશે.

પહેલીવાર રાષ્ટ્રપતિ ભવનમાં ગુંજશે શરણાઈ! CRPFની મહિલા જવાનના લગ્નનો દાવો 2 - image


Google NewsGoogle News