માતા વૈષ્ણો દેવી ધામમાં અચાનક ભીડ ઘટી, શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ, જાણો તેનું કારણ
Image Source: Twitter
Maa Vaishno Devi Yatra: ત્રણ દિવસની રજા પૂરી થયા બાદ માતા વૈષ્ણો દેવીના દર્શને આવતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પહેલા જ્યાં દરરોજ 45,000થી 50,000 શ્રદ્ધાળુઓ માતાના દરબારમાં દર્શન કરતા હતા, ત્યાં હવે આ સંખ્યા ઘટીને 25,000થી 30,000ની વચ્ચે રહી ગઈ છે.
શ્રદ્ધાળુઓની સ્થિતિ
હાલમાં લગભગ 25,000થી 30,000 તીર્થયાત્રીઓ માતા વૈષ્ણો દેવીની યાત્રા માટે આધાર શિબિર કટડા પહોંચી રહ્યા છે. બુધવારે સાંજે 5:00 વાગ્યા સુધીમાં લગભગ 18,800 શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશન કરાવીવે ભવન તરફ પ્રસ્થાન કર્યું અને બાકીના અને બાકીના યાત્રાળુઓની અવરજવર ચાલુ છે.
મંગળવારે, 27,177 શ્રદ્ધાળુઓએ માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા. શનિવાર, રવિવાર અને સોમવારે સતત રજાઓ હોવાથી વૈષ્ણોદેવી યાત્રામાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જે દરમિયાન દરરોજ 45,000થી 50,000 ભક્તો દર્શન માટે આવી રહ્યા હતા.
શ્રદ્ધાળુઓ કોઈ પણ મુશ્કેલી વગર યાત્રા કરી રહ્યા છે
હાલમાં માતા વૈષ્ણો દેવીના દર્શને આવતા તમામ ભક્તો કોઈપણ મુશ્કેલી વગર યાત્રા કરી રહ્યા છે. મજબૂત વ્યવસ્થાઓના કારણે શ્રદ્ધાળુઓ સરળતાથી યાત્રા કરી રહ્યા છે અને તેમને દરેક પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
હેલિકોપ્ટર, બેટરી કાર, રોપવે કેબલ કાર, ઘોડા, કુલી અને પાલખી જેવી બધી સેવાઓ પહેલાની જેમ જ ઉપલબ્ધ છે. શ્રદ્ધાળુ ભક્તિમય વાતાવરણમાં જયકાર કરતાં ભવન તરફ આગળ વધી રહ્યા છે, જેનાથી માહોલ જીવંત બન્યો છે.
આ પણ વાંચો: ઈરાનના સિક્રેટ ન્યૂક્લિયર પ્રોગ્રામથી દુનિયાભરમાં ખળભળાટ, અમેરિકા-સાઉદીમાં હલચલ વધી
બજારોમાં રોનક
માતા વૈષ્ણો દેવીના દિવ્ય દર્શન બાદ ભક્તો ભૈરવ ઘાટીમાં બાબા ભૈરવનાથના ચરણોમાં માથું નમાવી રહ્યા છે. આ સાથે જ તેઓ આધાર શિબિર કટડા ખાતે પ્રસાદ અને અન્ય વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે, જેના કારણે બજારોમાં દિવસ-રાત રોનક જોવા મળી રહી છે.