VIDEO: બિહારના નવાદામાં ટોળાનું આડેધડ ફાયરિંગ, 80 ઘરોને ચાંપી આગ, પોલીસનો કાફલો ખડકાયો

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
Nawada Firing Incident


Nawada Firing Incident : બિહારના નવાદામાં ટોળાએ આજે બુધવારે ફાયરિંગ કરતી વખતે લગભગ 80 ઘરોને આગ ચાંપી દીધી હતી, આ પછી ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેદૌર કૃષ્ણ નગરમાં બની છે. આ ઘટનામાં અનેક પશુઓ પણ બળીને ખાખ થઈ ગયા હતા. તેવામાં પીડિત ગ્રામજનોએ ફાયરિંગ અને મારપીટનો પણ આરોપ લગાવ્યો હતો. ઘટનાને લઈને ગામમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.



80-85 ઘરોને આગ ચાંપી દેવામાં આવી

ઘટનાને લઈને સદર એસડીઓ અખિલેશ કુમાર, એસડીપીઓ અનોજ કુમાર, એસડીપીઓ સુનીલ કુમાર અને મુફસિલ, બુંદેલખંડ સહિત અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ત્યાં પહોંચી હતી. ઘટના અંગે પીડિત ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો કે, બુધવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે નંદુ પાસવાન સેંકડો લોકો સાથે ગામમાં પહોંચીને એકાએક ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન અનેક ગ્રામજનોને માર મારવામાં આવ્યો અને 80-85 ઘરોને આગ પણ ચાંપી દેવામાં આવી હતી.



આ પણ વાંચો : લેબનનમાં વાયરલેસ ડિવાઈસમાં અનેક ધડાકાથી ભડક્યું હિઝબુલ્લાહ, ઈઝરાયેલ પર છોડી 20 મિસાઈલ



ઘટનાને લઈને ગ્રામજનોએ શું કહ્યું?

ગ્રામજનો કહ્યું કે, 'આગમાં ઘરના સામાન સહિત અનેક પશુઓ બળીને ખાખ થઈ ગયા હોવાથી લોકોને ખાવા-પીવા અને રહેવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આમ અચાનક જ થયેલી ઘટના કારણે લોકો કાંઈ સમજી શક્યા ન હતા. એકાએક ગોળીબાર થવાથી લોકો જીવ બચાવવા માટે જ્યાં-ત્યાં ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન ઘરોમાં આગ લગાવી દીધી હતી.'


Google NewsGoogle News