બે ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો? તો ક્યારેય ન કરતા આવી ભૂલ, નહીતર લોન લેવામાં થશે નુકસાન

જો તમારી પાસે બેથી વધારે કાર્ડ હોય તો તમે આવી ભૂલ ક્યારેય ન કરતાં..

તો તમારો ક્રેડિટ સ્કોર બગડી શકે છે અને તમને ભવિષ્યમાં લોન લેવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
બે ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો? તો ક્યારેય ન કરતા આવી ભૂલ, નહીતર લોન લેવામાં થશે નુકસાન 1 - image
Image Envato 

વર્તમાન સમયમાં આજે મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. કારણ કે જ્યારે અચાનક પૈસાની જરુર પડે અને ક્યાથી વ્યવસ્થા ન થાય તો ક્રેડિટ કાર્ડ દ્વારા તમારી જરુરીયાત પૂરી થઈ શકે છે. આ સિવાય શોપિંગ કરવાનું હાય ત્યારે ક્રેડિટ કાર્ડ દ્વારા સારુ એવું ડિસ્કાઉન્ટ મળતું હોય છે. એટલે કે જ્યારે અચાનક પૈસાની જરુર પડે ત્યારે આ કાર્ડ ઉપયોગી થઈ પડે છે. આ પ્રકારની જરુરીયાતો માટે તમારી પાસે એક કાર્ડ હોવું પૂરતું છે. કારણ કે આખરે ક્રેડિટ કાર્ડએ લોન એટલે દેવુ જ છે. પરંતુ ઘણા લોકો તેમની પાસે એક કરતાં વધારે કાર્ડ રાખતા હોય છે. એટલે જો તમારી પાસે બેથી વધારે કાર્ડ હોય તો તમે આવી ભૂલ ક્યારેય ન કરતાં. કારણ કે તેનાથી તમારો ક્રેડિટ સ્કોર બગડી શકે છે અને તમને ભવિષ્યમાં લોન લેવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

જો ક્રેડિટ સ્કોર બગડી જાય તો ભવિષ્યમાં લોન લેવામાં મુશ્કેલી પડે છે

કેટલીક વાર એવુ બનતું હોય છે કે લોકો એક કરતાં વધારે ક્રેડિટ કાર્ડ લઈ લેતા હોય છે. પરંતુ થોડા સમય પછી ખ્યાલ આવે છે બે કાર્ડ રાખીને ભૂલ કરી છે. તેમના એક કાર્ડનો પણ ઉપયોગ નથી થયો અથવા તો બે ક્રેડિટ કાર્ડને લઈને દેવામાં ફસાઈ ગયો છે. અને તે પછી અચાનક તેને બંધ કરાવી નાખે છે. અચાનક આ રીતે ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાથી ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશિયો વધી જાય છે, કારણ કે તમારો ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશિયો બે કાર્ડમાં વહેચાઈ જાય છે. પરંતુ એક કાર્ડ બંધ થયા પછી એક જ કાર્ડમાં રહેશે. ઊંચો ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશિયોથી તમારો ક્રેડિટ સ્કોર બગડી શકે છે. અને જો ક્રેડિટ સ્કોર બગડી જાય તો ભવિષ્યમાં લોન લેવામાં મુશ્કેલી પડે છે અને જો લોન મળી જાય તો પણ ઊંચા વ્યાજે મળે છે. એટલા માટે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ભલે ન કરો, પરંતુ તેને એક્ટિવ રાખો.

ક્રેડિટ કાર્ડ બંધ કરાવતાં પહેલા આ કામ જરુર કરો

  • ક્રેડિટ કાર્ડ બંધ કરાવતાં પહેલા તમારી બાકી રકમ ચુકતે કરવી જરુરી છે. દેવુ ચુકતે કર્યા પછી જ ક્રેડિટ કાર્ડ બંધ કરાવો.
  • તમે જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને જે રિવોર્ડ પોઈન્ટ કમાયા છે. કાર્ડ બંધ કરતાં પહેલા તે પોઈન્ટને રિડીમ કરાવી લો.
  • ક્રેડિટ કાર્ડ બંધ કરાવતાં પહેલા દરેક ઓટોમેટિક ચુકવણી અને ટ્રાન્સફર બંધ કરી દો.
  • કેન્સલ કરવાની રિકવેસ્ટ પહેલા છેલ્લી મિનિટ પહેલાનું  સ્ટેટમેન્ટ ચેક કરી લેવું.
  • કાર્ડ બંધ થયા પછી તેને કાપી નાખો, તે પછી તેને ફેકો, નહીં તો કોઈના હાથમાં આવશે તો શક્ય છે કે તેની માહિતી ચોરી શકે છે

શું છે ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાની પ્રક્રિયા?

ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટે તમે બેંક અથવા ક્રેડિટ કાર્ડ કસ્ટમર સર્વિસનો સંપર્ક કરી ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટે રજુઆત કરી શકો છો. જ્યાં તમને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટેનું કારણ પુછવામાં આવી શકે છે. બની શકે છે કે તમને ઈમેલ કરવાનું પણ કહેવામાં આવે, જેમાં તમે જે કહ્યું હોય તે સ્ટેપ પ્રમાણે ફોલો કરવાનું રહેશે. ઓનલાઈન રિક્વેસ્ટ કરવા માટે તમારે બેંકની વેબસાઈટ પર જવાનું રહેશે, ફોર્મ ભરી અને સબમિટ કરો. રિક્વેસ્ટ સબમિટ કર્યા પછી કેન્સેલેશનની પુષ્ટિ માટે બેંક પ્રતિનિધિ તમારો સંપર્ક કરશે. 


Google NewsGoogle News