ક્રેડિટ કાર્ડ રાખનારાઓ સાવધાન, આવા મેસેજ આવે તો આ બાબતોનું રાખજો ધ્યાન
આવા ફ્રોડથી બચવા માટે જે ક્રેડિટ કાર્ડનો નંબર આપવામા આવ્યો હોય છે, તેને ચેક કરો.
આ સિવાય કોઈ પણ પ્રકારના OTP ને કોઈની સાથે શેર ન કરો
Image Envato |
તા. 20 નવેમ્બર 2023, સોમવાર
Credit card holders be careful : જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હોવ તો આ તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરુર છે. કારણ કે હાલ માર્કેટમાં એક નવો સ્કેમ જોવા મળી રહ્યો છે, જેમા તમારા પર એક મેસેજ મોકલવામાં આવે છે કે તમને કહેવામાં આવે છે કે તમારા ક્રેડિટ કાર્ડ પર કેટલીક રકમ બાકી છે. જે તાત્કાલિક જમા કરાવો. આ મેસેજ જોવામાં બિલકુલ કોઈ બેંક મેસેજની જેવો જ હોય છે. તેમા TM-CMDSMS ટાઈટલ સાથે મોકલવામાં આવે છે. સાથે આ મેસેજની શરુઆત URGENT REMINDER હેઠળ રાખવામાં આવી હોય છે.
આવા પ્રકારના મેસેજની લિંક પર ક્લિંક ના કરશો
આ પ્રકારના મેસેજ પુરી રીતે ફ્રોડ હોય છે. જો તમે આ લિંક પર ક્લિંક કરી દો છો, તો તમે ફ્રોડનો શિકાર બની શકો છો. તેનાથી બચવા માટે ભૂલથી પણ આવી લિંક પર ક્લિક ના કરો.
આવા ફ્રોડથી બચવા માટે આટલી વસ્તુનું ધ્યાન રાખજો
આવા ફ્રોડથી બચવા માટે જે ક્રેડિટ કાર્ડનો નંબર આપવામા આવ્યો હોય છે, તેને ચેક કરો.
તેના પછી તમારા ઓફિશિયલ એકાઉન્ટ પર ઓનલાઈન સેક્શનમાં જઈ ક્રેડિટ કાર્ડની બાકી રકમ વિશે જાણકારી મેળવો.
આ સિવાય કોઈ પણ પ્રકારના OTP ને કોઈની સાથે શેર ન કરો, સાથે કોઈ લિંક પર પણ ક્લિક ન કરો.
જો કોઈ વોઈસ કોલ કરીને ક્રેડિટ કાર્ડની બાકી રકમ જમા કરાવવા વાત કરે, તો તેને આપતા પહેલા એકવાર વેરિફાઈ કરી દો.