નવરાત્રિમાં સાંઝી માતાનું સર્જન, દશેરાએ વિસર્જનની અનોખી પરંપરા
નવરાત્રિ દરમિયાન ઘરમાં ગોબરમાંથી સાંઝી માતાનું સર્જન કરવામાં આવે છે.
આ પ્રથા પશ્ચિમી યુપી, હરિયાણા અને મધ્યપ્રદેશના ગામોમાં જોવા મળે છે
નવી દિલ્હી, ૭ ઓકટોબર,૨૦૨૪, સોમવાર
સમગ્ર દેશમાં શકિત અને ભકિતનું પર્વ નવરાત્રિ ઉજવાય છે, ભારતના વિવિધ પ્રાંતોમાં પૂજાપાઠની અનોખી પરંપરા જોવા મળે છે. નવરાત્રિના વિભિન્ન રીતે મા દુર્ગાની પૂજા અને આરાધના થાય છે. કેટલાક વિસ્તારોમાં શારદિય નવરાત્રિ દરમિયાન ઘરમાં સાંઝી માતાનું સર્જન કરવામાં આવે છે. આ પ્રથા પશ્ચિમી ઉત્તરપ્રદેશ, હરિયાણા અને મધ્યપ્રદેશના કેટલાક ગામોમાં જોવા મળે છે. હવે દિલ્હી અને એનસીઆરમાં સાંઝી માતાની સ્થાપના થવા લાગી છે જે નવરાત્રિનું સાંઝી પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. માટીની મદદથી એક આકૃતિનું સ્વરુપ આપવામાં આવે છે,
આ આકૃતિમાં ગોબરનો ઉપયોગ કરીને દિવાલ પર ચિપકાવી દેવામાં આવે છે. સાંઝી માતાની પરંપરા ને દાયકાઓથી પાળવામાં આવે છે. માતા દુર્ગાનું જ એક સ્વરુપ હોવાનું પણ માનવામા આવે છે. સાંઝી માતાજીની તસ્વીરમાં સૂરજ અને ચંદ્ર પણ દોરવામાં આવે છે. અત્યંત આકર્ષક સાંઝી માતાની નવરાત્રિના પ્રથમ દિવસથી જ પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને સાંઝી પર્વમાં મહિલાઓ એકઠી થઇને ઉજવે છે. યુવતીઓ સાંજે માતાની આરતી અને ભકિત ગીતો ગાય છે. પ્રસાદ ધરાવીને વહેંચવામાં આવે છે. નવ દિવસ પૂરા થયા પછી સાંઝી માતાને દિવાલ પરથી ઉતારીને આસપાસના સ્વચ્છ જળાશયમાં વિતરિત કરવામાં આવે છે. સાંઝી માતા મનોકામના પૂર્ણ કરે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે.