કોરોનાના નવા સબ વેરિયન્ટ JN.1ના આ 5 લક્ષણો દેખાય તો સાવધાન રહેજો

કોવિડ-19ના કેસ ફરી વધી રહ્યા છે અને હાલ નવો વેરિયન્ટ JN.1 41 દેશ બાદ ભારતમાં ફેલાઈ રહ્યો છે

ત્યારે જાણીએ આ નવા વેરિયન્ટના લક્ષણ શું છે અને તે કેટલો ગંભીર છે?

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
કોરોનાના નવા સબ વેરિયન્ટ JN.1ના આ 5 લક્ષણો દેખાય તો સાવધાન રહેજો 1 - image


COVID-19 New JN.1 Variant:  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ગુરુવારે ભારતમાં 594 નવા કોવિડ -19 ચેપના કેસ નોંધાયા છે. આના કારણે, કોરોનાના કેસની સંખ્યા 2311 થી વધીને 2669 થઈ ગઈ છે. નિષ્ણાતો કહે છે કે આવનારા સમયમાં કોરોનાના કેસ વધી શકે છે, કારણ કે ભારતમાં કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1ના કેસ પણ નોંધાયા છે. JN.1 ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.2.86માંથી બન્યો છે અને 2022ની શરૂઆતમાં, તે BA.2.86 એ પણ વિનાશ સર્જ્યો હતો. JN.1 વેરિયન્ટ માત્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHO એ તેને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ નામ આપ્યું છે. તો જાણીએ તે કેટલો ખતરનાક છે અને તે બાબતે કેટલી સાવધાની રાખવી જોઈએ. 

શું આ વેરિયન્ટ ગંભીર છે?

નીતિ આયોગના આરોગ્ય સભ્યએ જણાવ્યું હતું કે, 'JN.1 વેરિઅન્ટને કારણે કોવિડ કેસોમાં વધારો થયો છે પરંતુ તેના કારણે ગંભીર કેસોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. આ એ જ વાયરસ છે જે અન્ય દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. WHO કહે છે, 'JN.1 વેરિઅન્ટની સ્વાસ્થ્ય પરની અસરો જાણવા માટે વધુ અભ્યાસની જરૂર છે. JN.1 સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પણ અસર કરે છે. જે દેશોમાં ઠંડી હોય તેમણે પણ સાવચેતી રાખવી જોઈએ.'

JN.1 વેરિયન્ટના લક્ષણ શું છે?

હાલમાં, JN.1 વેરિયન્ટમાં કોવિડ-19ના જ તમામ લક્ષણો જોવા મળે છે  છે. CDCના મત મુજબ, JN.1 વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટનું તુલનામાં નવા લક્ષણો સાથે ફેલાઈ પણ શકે છે અને નહી પણ. એવામાં હાલ કોરોનાના દર્દીમાં સામાન્યરીતે તાવ, નાકમાંથી પાણી આવવું, ગળામાં દુખાવો, માથાનો દુખાવો થવા જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે. 

આ નવા વેરિયન્ટથી બચવા માસ્ક પહેરવું જોઈએ?

પબ્લિક હેલ્થ ડાયરેક્ટરની સલાહ મુજબ લગ્ન પ્રસંગે, ટ્રેન કે બસ તેમન જે જગ્યાઓએ ખૂબ ભીડ હોય તેવી જગ્યાએ માસ્ક પહેરવું હિતાવહ છે. તે માત્ર  કોવિડ જ નહિ પરંતુ હવાથી ફેલાતી અન્ય બીમારીથી પણ તમારું રક્ષણ કરશે. પરંતુ હાલ માસ્કને ફરજીયાત કરવાની કોઈ જરૂરિયાત નથી. વડીલો, ગર્ભવતી મહિલાઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જો જવું જરૂરી હોય તો માસ્ક જરૂર પહેરવું જોઈએ. તેમજ જેમને શરદી, ઉધરસ કે શ્વાસની તકલીફ છે તેમણે પણ ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરીને રાખવું જોઈએ. 

શું બુસ્ટર ડોઝ લેવો જરૂરી છે?

વેરિયન્ટની ગંભીર અસરને રોકવા માટે વેક્સીન અસરકારક કરી છે પરતું ઘણા લોકોની નબળી રોગપ્રતિકારક શક્તિ પણ જોવા મળી છે. કારણે કે જે લોકોએ વેક્સીનના બે ડોઝ લીધા છે તેઓ પણ સંક્રમિત થયા છે. JN.1 ને તેની ટ્રાન્સ-મિસિબિલિટીને કારણે WHO દ્વારા 'વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ' તરીકે ઓળખવામાં આવે છે. ભારત સહિત ઘણા દેશોમાં રસીના અપડેટેડ વર્ઝન પહેલેથી જ ઉપલબ્ધ છે. જેથી ગભરાવાની જરૂર નથી. બસ સાવધાની જરૂરી છે. 

કોરોનાના નવા સબ વેરિયન્ટ JN.1ના આ 5 લક્ષણો દેખાય તો સાવધાન રહેજો 2 - image


Google NewsGoogle News