કોવિડના JN.1 વેરિયન્ટથી કર્ણાટકમાં 3 મોત, કેરળમાં પણ કેસ વધ્યા, જાણો કેટલો ખતરનાક છે નવો વેરિયન્ટ
કર્ણાટકમાં નવા વેરિયન્ટના 34 કેસ નોંધાયા, સૌથી વધુ બેંગલુરુમાં
કેરળમાં નવા વેરિયન્ટના છેલ્લા 24 કલાકમાં 115 નવા કેસ નોંધાયા
બેંગલુરુ, તા.25 નવેમ્બર-2023, સોમવાર
કોરોનાના વાયરસ (Coronavirus) અને તેના નવા વેરિયન્ટના કારણે દેશમાં ફરી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આ વખતે કોરોના નવા વેરિયન્ટ જેએન.1 (Jn1 Variant) મુશ્કેલી વધારી રહ્યું છે. ભારતમાં આના સતત કેસો સામે આવી રહ્યા છે. સોમવારે કર્ણાટક (Karnataka)માં 34 કેસ નોંધાયા છે, જ્યારે 3 લોકોના મોત થયા છે. જ્યારે કેરળ (Kerala)માં કોરોના કેસમાં ધરખમ વધારો થયો છે. ત્યાં આજે એક દિવસમાં 115 નવા કેસ નોંધાયા છે.
કર્ણાટકમાં JN.1 વેરિયન્ટના 34 કેસ નોંધાયા
કર્ણાટકના આરોગ્યમંત્રી અને પરિવાર કલ્યાણ સેવા વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં JN.1 વેરિયન્ટના કુલ 34 કેસ નોંધાયા છે. તેમાંથી 20 બેંગલુરમાં, 4 કેસ મૈસુરમાં, 3 માંડ્યામાં અને રામનગર, બેંગલુરુ ગ્રામિણ, કોડાગુ અને ચામરાજા નગરમાં 1-1 કેસ સામે આવ્યા છે. નવા વેરિયન્ટન કારણે 3 લોકોના મોત પણ નિપજ્યા છે.
કેરળમાં છેલ્લા 24 કલાકમાં 115ના મોત
કેરળની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ત્યાં 115 નવા કોવિડ 19 વેરિયન્ટના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ સક્રિય કેસોની સંખ્યા 1749 પર પહોંચી ગઈ છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વાયરલથી કોઈનું મોત થયું હોવાની હાલ માહિતી મળી નથી.
JN.1 સબ-વેરિયન્ટ શું છે ?
દેશમાં JN.1 સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)નો સબ-વેરિયન્ટ BA.2.86માંથી ઉદભવ્યો છે. 2022ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ BA.2.86 જ હતો. BA.2.86 વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, BA.2.86માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ JN.1ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વિશ્વસ્તરે કેસોમાં વધારો થાય બાદ સામે આવ્યું છે કે, JN.1 ઓમિક્રોનું સબ-વેરિયન્ટ છે, જે મજબૂત ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. યૂએસ સેન્ટર ફૉર ડિજીજ કંટ્રોલ (CDC)એ નવા વેરિયન્ટને ઝડપી ફેલાતો હોવાનો ખુલાસો કર્યો છે.