કોરોના વકર્યો, 24 કલાકમાં નવા 602 કેસ, 5 દર્દીનાં મોત, સક્રિય દર્દી 4440ને વટાવી ગયા
દેશમાં ફરી એકવાર કોરોના ડરામણો સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું દેખાય છે
એક દિવસ પહેલા એટલે કે 2 જાન્યુઆરીએ 573 નવા કેસ નોંધાયા હતા
Corona Cases in India: દેશમાં ફરી એકવાર કોરોના ડરામણો સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું દેખાય છે. આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દેશમાં એક દિવસમાં નવા 602 કેસ નોંધાયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 602 નવા કેસ સામે આવ્યા. જોકે 5 લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં કોરોનાના કુસ એક્ટિવ કેસની સંખ્યા પણ હવે 4440 થઈ ચૂકી છે.
અગાઉ એક દિવસ પહેલાં શું હતી સ્થિતિ?
માહિતી અનુસાર એક દિવસ પહેલા એટલે કે 2 જાન્યુઆરીએ 573 નવા કેસ નોંધાયા હતા. જોકે બે લોકો મૃત્યુ પામ્યા હતા. તેના પહેલા 1 જાન્યુઆરીએ દેશમાં 636 નવા કેસ સામે આવ્યા હતા અને 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી બાજુ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત નીપજ્યું, જ્યારે કુલ 148 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.