Get The App

Corona Update| કોરોનાએ ટેન્શન વધાર્યું, છેલ્લાં 24 કલાકમાં નવા 640 દર્દી, કેરળમાં વધુ 1નું મોત

કોરોના વાયરસના નવા વેરિયન્ટ JN.1ના સંક્રમણને લીધે કેરળમાં સૌથી વધુ સ્થિતિ વણસી રહી છે

માત્ર કેરળમાં જ કોરોનાના 265 દર્દી મળી આવતા ખળભળાટ મચી ગયો

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
Corona Update| કોરોનાએ ટેન્શન વધાર્યું, છેલ્લાં 24 કલાકમાં નવા 640 દર્દી, કેરળમાં વધુ 1નું મોત 1 - image

image : Pixabay 



India Covid Update:  કોરોના વાયરસના નવા વેરિયન્ટ JN.1ના સંક્રમણને લીધે કેરળમાં સૌથી વધુ સ્થિતિ વણસી રહી છે. આજે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં 640 નવા કેસ મળી આવ્યા હતા જેમાંથી માત્ર કેરળમાં જ કોરોનાના 265 દર્દી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ સાથે કેરળમાં જ એકનું મોત થયું હતું.

હવે કેટલાં એક્ટિવ કેસ? 

દેશમાં હાલ કોરોનાના 2997 જ એક્ટિવ કેસ છે. કેન્દ્ર સરકારે લોકોને સલાહ આપી છે કે તે ભીડવાળી જગ્યાએ જતા પહેલાં જરૂરથી માસ્ક પહેરે. આ સાથે હોસ્પિટલ કે પછી ભીડવાળી જગ્યાએથી ઘરે પાછા આવે તો સેનિટાઈઝરનો ઉપયોગ કરે. બે દિવસ પહેલા કેરળની નજીક કર્ણાટકમાં પણ એક વ્યક્તિના મૃત્યુ બાદ સંક્રમણનો રાફડો ફાટે તેવી ચિંતા પ્રસરી ગઈ હતી. કેરળને કારણે પાડોશી રાજ્યો તમિલનાડુ, કર્ણાટક અને ગોવામાં પણ સાવચેતી રખાઈ રહી છે. 

દેશભરમાં શું છે સ્થિતિ? 

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં સંક્રમણથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.4 કરોડ (4,44,70,887) થઈ ચૂકી છે.  જ્યારે નેશનલ રિવકરી રેટ 98.81 થઈ ગયો છે. રાહતની વાત એ છે કે હાલ મૃત્યુ દર ફક્ત 1.18 ટકા જ છે. દેશભરમાં અત્યાર સુધી કુલ 5,33,328 લોકો મૃત્યુ પામ્યા છે. સમગ્ર દેશમાં હાલમાં 2997 લોકો સારવાર લઈ રહ્યા છે. જ્યારે કોરોના વેક્સિનના 220 કરોડ 67 લાખ 79 હજાર 81 ડૉઝ આપી દેવામાં આવ્યા છે. 

Corona Update| કોરોનાએ ટેન્શન વધાર્યું, છેલ્લાં 24 કલાકમાં નવા 640 દર્દી, કેરળમાં વધુ 1નું મોત 2 - image


Google NewsGoogle News