એસ્ટ્રાજેનેકા-કોવિશીલ્ડને લઈને કોવેક્સીન કંપનીનું મોટું નિવેદન, કહ્યું- 'અમારા માટે સુરક્ષા સૌથી પહેલા, ભરોસો રાખો'
Covid Vaccine Row : એસ્ટ્રાજેનેકા અને કોવિશીલ્ડ જેવી કોરોના વેક્સિનના કથિત સાઈડ ઈફેક્ટથી જોડાયેલા સમાચારો વચ્ચે હૈદરાબાદની વેક્સિન ઉત્પાદક કંપની ભારત બાયોટેકે નિવેદન જાહેર કર્યું છે. કોવેક્સિનનું ઉત્પાદન કરનારી કંપની ભારત બાયોટેકે કહ્યું કે, તેમના માટે નાગરિકોની સુરક્ષા સર્વોપરિ છે. વેક્સિનથી જોડાયેલી તમામ આશંકાઓને ખતમ કરવા અને વેક્સિનના સુરક્ષિત ઉપયોગને સુનિશ્ચિત કરવાના તમામ સંભવ પ્રયાસ કરવામાં આવે છે.
વેક્સિન કેટલી અસરકારક? આ પહેલા વેક્સિન કેટલી સુરક્ષિત તે પણ જાણવું જરૂરી
ભારત બાયોટેકના અનુસાર, વેક્સિનના નુકસાનના સમાચારો વચ્ચે વેક્સિન ઉત્પાદન કરતા સમયે તેમનું એકમાત્ર ફોકસ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું રહ્યું. કોવેક્સિન ભારત સરકારના એકમ ICMRની સાથે મળીને વિકસિત કરાયેલી એકમાત્ર વેક્સિન છે. આ સત્યની તપાસ કરતા ભારત બાયોટેકે કહ્યું કે, વેક્સિનની અસર થવાને લઈને પણ પરીક્ષણ કરાયા. જોકે, વેક્સિન કેટલી અસરકારક છે તે અંગે વિચારતા પહેલા અમે સુરક્ષાને સૌથી ઉપર રાખી.
કોવેક્સિન કેટલી સુરક્ષિત? ગહન પરીક્ષણ બાદ લેવાયો અંતિમ નિર્ણય
ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનની વેક્સિનનો જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરાયો. કોવેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકે કહ્યું કે, કોવેક્સિનનું મુલ્યાંકન તેના લાયસન્સની પ્રક્રિયાના ભાગરૂપે 27,000થી વધુ વિષયો પર કરાયું. તેને ક્લિનિકલ ટ્રાયલ મોડમાં પ્રતિબંધતિ ઉપયોગ હેઠલ લાયસન્સ અપાયું હતું. લાખો વિષયો માટે વિસ્તૃત સુરક્ષા રિપોર્ટિંગ કરાયું હતું. એટલું જ નહીં કોવેક્સિનની સુરક્ષાનું મૂલ્યાંકન ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કર્યું હતું. કોવેક્સિનની સતત સુરક્ષાની દેખરેખ પણ કરાઈ. તમામ પાસાઓ પર આકલન બાદ કોવેક્સિનનો સુરક્ષા રેકોર્ડ પાસ કરાયો. આ વેક્સિનના ઉપયોગ બાદ લોહી ગંઠાવા, થ્રોમ્બોસાયટોપેનિયા, TTS, VITT, પેરીકાર્ડિટિસ, મ્યોકાર્ડિટિસ જેવી કોઈ વેક્સિન-સંબંધિત ઘટનાઓ આવી નથી.