કોવિશિલ્ડ બાદ હવે કોવેક્સિનની પણ આડઅસરનો દાવો: અભ્યાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ
Covaxin Side Effects: વિદેશી ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાના ઘટસ્ફોટ બાદ કોરોના વેક્સિનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. એસ્ટ્રાઝેનેકાએ કોર્ટમાં સ્વીકાર્યું છે કે અત્યંત દુર્લભ કેસમાં કોવિશિલ્ડ વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમનું કારણ બની શકે છે. આ વેક્સિનથી લોહી ગંઠાઈ જવું અથવા ઘણા ગંભીર કેસમાં હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે. પરંતુ હવે કોવેક્સિનની આડઅસર અંગે મોટા ઘટસ્ફોટ થયો છે. ભારતમાં બનેલી કોવેક્સિન વેક્સિનની આડઅસરો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, 'જેમણે કોવેક્સિન લીધી છે તેમાંથી મોટાભાગના લોકોમાં એક વર્ષ સુધી આડઅસરો જોવા મળી. કિશોરો અને જેમને પહેલેથી જ એલર્જીની બીમારી છે. તે બધાને એડવર્સ ઇવેન્ટ ઓફ સ્પેશિયલ ઈન્ટરેસ્ટ (AESI)નું જોખમ વધારે રહે છે.'
અભ્યાસમાં શું સામે આવ્યું?
એક અહેવાલ અનુસાર, જેમણે કોવેક્સિન લીધી છે તેમાંથી મોટાભાગના લોકોમાં એક વર્ષ સુધી આડઅસરો જોવા મળી હતી. આ અભ્યાસમાં 1024 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં 635 કિશોરો અને 391 યુવાનો હતા. વેક્સિનેશનના એક વર્ષ પછી ફોલો-અપ ચેકઅપ માટે તે તમામનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં 304 કિશોરમાં એટલે કે લગભગ 48 ટકામાં વાયરલ અપર રેસ્પિરેટરી ટ્રેક ઈન્ફેક્શન જોવા મળ્યું હતું. આવી સ્થિતિ 124 એટલે કે 42.6 યુવાનોમાં પણ જોવા મળી હતી. આ ઉપરાંત 10.5 ટકા કિશોરોમાં 'ન્યુ-ઓનસેટ સ્કિન એન્ડ સબક્યુટેનીયસ ડિસઓર્ડર', 10.2 ટકામાં સામાન્ય ડિસઓર્ડર એટલે કે સામાન્ય સમસ્યા, 4.7 ટકામાં નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર એટલે કે ચેતા સંબંધિત સમસ્યા જોવા મળી હતી. જો કે, 8.9 ટકા યુવાનોમાં સામાન્ય સમસ્યાઓ, મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર એટલે કે 5.8 ટકામાં સ્નાયુઓ અને સાંધા સંબંધિત સમસ્યાઓ અને 5.5 ટકામાં નર્વસ સિસ્ટમને લગતી સમસ્યાઓ જોવા મળી હતી.
એક ટકા લોકોમાં ગંભીર આડઅસર
અહેવાલ અનુસાર, જ્યાં સુધી ગંભીર આડઅસરોનો સંબંધ છે, તે લગભગ એક ટકા લોકોમાં જોવા મળ્યો હતો. સ્ટ્રોકની સમસ્યા 0.3 ટકા (એટલે કે 300 માંથી એક વ્યક્તિ) અને 0.1 ટકામાં ગુઇલેન બેરે સિન્ડ્રોમ જોવા મળ્યું હતું. કોવેક્સિન લીધા પછી યુવાન અને કિશોરીઓમાં થાઇરોઇડની અસર વધી છે.
ચિંતાજનક બાબત એ છે કે જ્યારે આ લોકોનો વેક્સિન લીધાના એક વર્ષ બાદ સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમાંથી મોટાભાગના લોકોમાં આ બીમારીઓ જોવા મળી હતી. કોવેક્સિન ની આડઅસરોની પેટર્ન અન્ય કોરોના વેક્સિની આડ અસરોની પેટર્નથી અલગ છે. જો કે, વેક્સિનની અસરને ઊંડાણપૂર્વક સમજવા માટે, વધુ દિવસો સુધી આ લોકો પર નજર રાખવાની જરૂર છે.