મેધા પાટકરને પાંચ મહિના જેલ, 10 લાખનો દંડ: 23 વર્ષ જૂના કેસમાં ફટકારવામાં આવી સજા

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
Megha Patkar


Medha Patkar and Saxena Case Delhi : દિલ્હી સાકેત કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરાયેલી અપરાધિક માનહાનિના કેસમાં એક્ટિવિસ્ટ મેધા પાટકરને 5 મહિનાની જેલીની સજા ફટકારવામાં આવી છે. મેધા પાટકર પર લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ પ્રેસ રિલીઝ જારી કરવાનો અને જનતામાં તેમની છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ હતો. આ ઉપરાંત કોર્ટે વિનય સક્સેનાની બદનામી કરવા બદલ પાટકરને 10 લાખ રૂપિયાની આપવા જણાવ્યું હતું.  

અમે કોઈને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો નથી: મેધા

કોર્ટના નિર્ણય બાદ મેધાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સત્યને ક્યારેય હરાવી શકાતું નથી. અમે કોઈને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો નથી. અમે માત્ર કામ કરીએ છે. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે, અમે આ નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારીશું.

પાટકર અને સક્સેના કેસમાં કોર્ટની વિશેષ ટિપ્પણી

નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા મેધા પાટકરને 7 જૂન થયેલી સુનાવણીમાં દોષિત ઠેરવવામાં આવ્યાં હતા. જેમાં સજા માટેની તારીખ 1 જુલાઈ નક્કી કરવામાં આવી હતી. આ સમગ્ર બાબતે કોર્ટે વિશેષ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, સક્સેનાને દેશભક્ત નહીં પરંતુ કાયર ગણાવતા અને હવાલા વ્યવહારમાં તેમની સંડોવણીના આરોપમાં પાટકરે માત્ર બદનક્ષી નહીં પરંતુ નકારાત્મક ધારણા જે ઉશ્કેરવા માટે કરાયેલ છે.

2000થી ચાલતી હતી કાનૂની લડાઈ

છેલ્લા 23 વર્ષથી ચાલી રહેલી સક્સેના અને પાટકરની કાનૂની લડાઈમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. પાટકરે નર્મદા બચાવો આંદોલન સમયની જાહેરાતો પ્રકાશિત કરવા માટે સક્સેના સામે દાવો કર્યો હતો. તેવામાં સક્સેનાએ ટીવી ચેનલોમાં કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી અને પ્રેસને બદનક્ષી ભર્યુ નિવેદન આપવા બદલ પાટકર વિરુદ્ધમાં બે કેસો કર્યા હતા. જેને લઈને કોર્ટે ચુકાદો આપ્યો હતો. 


Google NewsGoogle News