ભોપાલમાં 103 વર્ષના વૃદ્ધે 49 વર્ષની મહિલા સાથે કર્યા નિકાહ, અજીબ કારણ આવ્યું સામે
નવી દિલ્હી,તા. 29 જાન્યુઆરી 2024,સોમવાર
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અનોખા લગ્નને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. આ અનોખા નિકાહ વર્ષ 2023માં હબીબ નઝર તેની 49 વર્ષની દુલ્હન સાથે લગ્ન કર્યા હતા. આ નિકાહની ચર્ચાનું કારણ વરની ઉંમર છે, જે 103 વર્ષ છે અને કન્યાની ઉંમર 49 વર્ષ છે. જોકે આ લગ્ન ગયા વર્ષે થયા હતા, પરંતુ રવિવારે કોઈએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેના કારણે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સ્વાતંત્ર્ય સેનાની અને કોંગ્રેસ નેતા હબીબ નઝર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના ત્રીજા લગ્નને લઈને ચર્ચામાં છે. વીડિયોમાં હબીબ નઝર અને તેની દુલ્હન ઓટોમાં નિકાહ પછી તેમના ઘરે પરત ફરતા બતાવે છે. વાયરલ વીડિયોમાં લોકો હબીબ નઝરને તેના ત્રીજા લગ્ન બાદ અભિનંદન આપી રહ્યા છે.
આ નિકાહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે.103 વર્ષના હબીબના મહાત્મા ગાંધી અને ઘણા મોટા નેતાઓ સાથે ફોટો પણ છે.
103 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન
હબીબ નઝરના પહેલા લગ્ન નાસિકમાં થયા હતા, બીજા લગ્ન લખનૌમાં થયા હતા. થોડા સમય પહેલા તેની બીજી પત્નીના અવસાન બાદ હબીબ એકલતા અનુભવવા લાગ્યા, જેના કારણે તેમણે ફરીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તેથી તેમણે ફિરોઝ જહાં સાથે લગ્ન કર્યા. જે પોતે પતિના મૃત્યુ બાદ એકલી હતી. ફિરોઝના કહેવા પ્રમાણે, તે આ લગ્ન માટે સંમત થઈ હતી કારણ કે હબીબની સંભાળ રાખનાર કોઈ ન હતું.
હબીબ નઝરે દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ કોંગ્રેસમાં પણ ઘણા મોટા હોદ્દા પર રહ્યા હતા. હબીબ નઝર પાસે કોંગ્રેસના ઘણા નેતાઓ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથેના ફોટા પણ છે.