UP: બરેલીના ઈજ્જતનગર રેલવે સ્ટેશન પર દેશનું પહેલુ The Rail Cafe શરૂ, જાણો તેની સુવિધાઓ
Image Source: Facebook
લખનૌ, તા. 10 જૂન 2023 શનિવાર
ઉત્તર પ્રદેશના બરેલીના ઈજ્જતનગર રેલવે સ્ટેશન પર દેશનું પહેલુ રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ (ધ રેલ કેફે) શુક્રવારે શરૂ થઈ ગયુ. બે કોચ વાળા રેસ્ટોરન્ટનું ઉદ્ધાટન સાંસદ સંતોષ ગંગવારને કર્યુ. ઉદ્ઘાટનના અવસરે તેમણે કહ્યુ કે બરેલીવાસીઓ હવે 24 કલાક નવા અંદાજમાં સ્વાદિષ્ટ વાનગી, ભોજન અને નાસ્તાનો આનંદ ઉઠાવી શકશે. તેમણે જણાવ્યુ કે બે કોચ વાળી રેસ્ટોરન્ટ દેશમાં પહેલુ રેલ કેફે છે. તેમણે રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સને બરેલી માટે સિદ્ધિ ગણાવી. તેમણે કહ્યુ કે રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ બરેલીમાં પરિવર્તનની હવાનું જીવતુ ઉદાહરણ છે.
રેલ કેફેનો લાભ ઉત્તરાખંડ જતા પર્યટક પણ ઉઠાવી શકશે. મેયર ઉમેશ ગૌતમે કહ્યુ કે રેલ કેફે શરૂ થવાથી બરેલીનું નામ સમગ્ર દેશમાં હશે. બરેલી મુરાદાબાદના વિધાન પરિષદના સભ્ય મહારાજ સિંહે કહ્યુ કે રેલ કેફે બરેલી સિવાય ઉત્તરાખંડવાસીઓ માટે પણ ભેટ સ્વરૂપ છે. લોકો રેલવે સ્ટેશન પરિસરમાં હરીફરી શકે છે. સેલ્ફી પોઈન્ટ પણ ખૂબ સારો રહેશે. ઈજ્જતનગર રેલવે સ્ટેશન પરિસર દર્શનીય સ્થળ થઈ ગયુ છે. રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ એટલે કે ધ રેલ કેફેમાં બેસીને લોકોને કોઈક કોચમાં મુસાફરી કરવા જેવો અહેસાસ થશે. રેસ્ટોરન્ટમાં લાગેલી બારીઓ મુસાફરીનો અહેસાસ કરાવશે.
રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સમાં બેસવાનો નવો અનુભવ વધુ સુખદ અહેસાસ હશે. રેસ્ટોરન્ટનું સંચાલન ખાનગી કંપની કરશે. કંપનીએ આધુનિક રસોઈ, શ્રેષ્ઠ ખાણીપીણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે તમામ વ્યવસ્થાઓ પૂરી કરી છે. ગ્રાહકોને ચાઈનીઝ ફૂડ, સાઉથ ઈન્ડિયન ફૂડ, વેજ અને નોનવેજ વાનગી મળશે. જૂના રેલવે કોચમાંથી તૈયાર કરવામાં આવેલી રેસ્ટોરન્ટ પર લગભગ 25 લાખનો ખર્ચ થયો છે.
રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સમાં બે બ્લોક બનાવાયા છે. એક બ્લોકમાં બર્થડે કિટી પાર્ટીની વ્યવસ્થા હશે. બીજા બ્લોકમાં કોફી શોપ, ટી શોપ અને રેસ્ટોરન્ટ ચાલશે. પહેલા બ્લોકમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અને બીજા બ્લોકમાં 24 કલાક ખાણીપીણીની સેવા ઉપલબ્ધ રહેશે. વાનગીઓ અને ખાણીપીણીની સામગ્રી શ્રેષ્ઠ સ્તરની હશે.