કેરળમાં ખુલી દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ, જાણો કેવી રીતે કરે છે કામ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
કેરળમાં ખુલી દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ, જાણો કેવી રીતે કરે છે કામ 1 - image


Image:Freepik

First Digital Court: દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ કેરળના કોલ્લમમાં ખુલી છે. આ કોર્ટનું ઉદ્ઘાટન શુક્રવારે સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બી.આર. ગવઇએ કર્યું હતું પરંતુ હવે તેના ઉદ્ઘાટન બાદથી સોશિયલ મીડિયા પર ડિજિટલ કોર્ટને લઈને ઘણા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. ઘણા લોકોને સવાલ થતા હશેકે, ડિજિટલ કોર્ટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે. 

ડિજિટલ કોર્ટ (Digital Court)

ડિજિટલ અદાલતનું નામ સાંભળતા જ સમજાય છે કે, અહીં બધું જ ડિજિટલ હોવું જોઈએ. દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ કરેળમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ (NI Act)ના કેસોની સુનાવણી થશે. કેરળમાં શરૂ થયેલી દેશની પ્રથમ ડિજિટલ કોર્ટનું નામ '24/7 ઓન કોર્ટ' રાખવામાં આવ્યું છે. કોર્ટમાં ચાલી રહેલા કેસોની સુનાવણી સપ્ટેમ્બર 2024થી શરૂ થશે. ડિજિટલ કોર્ટમાં પ્રારંભિક ફાઇલિંગથી લઈને અંતિમ નિર્ણય સુધીની તમામ કામગીરી ડિજિટલ રીતે કરવામાં આવશે. જો આ પહેલ સફળ થશે તો રાજ્યમાં વધુ જગ્યાઓ પર ઓન-કોર્ટની સ્થાપના થઈ શકે છે.

આ કેસોની સુનાવણી થશે

ડિજીટલ કોર્ટ '24/7 ઓન (ઓપન એન્ડ નેટવર્ક્ડ) કોર્ટ' શરૂઆતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસોની સુનાવણી કરશે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એ પ્રોમિસરી નોટ્સ, બિલ્સ ઑફ એક્સચેન્જ અને ચેકને લગતો કાયદો છે. હાઈકોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચેક બાઉન્સના કેસો એનઆઈ એક્ટના કુલ પેન્ડિંગ કેસના દસ ટકા જેટલા છે.

NI ACT શું છે?

NI એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સ ગુનો છે. જો તમે કોઈને 40,000 રૂપિયાનો ચેક આપો છો, પરંતુ જ્યારે બીજી વ્યક્તિ તેને બેંકમાં જમા કરાવે છે તો પૈસા નથી હોતા. જેથી તે સમયે આપેલ ચેક રિજેક્ટ થઈ જાય છે. બેંકની ભાષામાં તેને ચેક બાઉન્સ કહેવામાં આવશે. આમ કરવું એ NI એક્ટ 1881 હેઠળ સજાપાત્ર ગુનો છે. જો દોષિત ઠરે તો, સજા ચેકની રકમના બમણા દંડ અથવા વધુમાં વધુ બે વર્ષની કેદ અથવા બંને થઈ શકે છે.

કેરળ હાઈકોર્ટના જસ્ટિસ રાજા વિજયરાઘવન વીએ કહ્યું છે કે ટેક્નોલોજીને કોર્ટ સાથે જોડવાથી પ્રક્રિયા સરળ બનશે. ડિજિટલ કોર્ટમાં સ્માર્ટ શેડ્યુલિંગ સિસ્ટમ હશે, જેથી સુનાવણી સમયસર થઈ શકે. ફરિયાદીઓને મદદ કરવા માટે, તેમને તેમના કેસના રિયલ ટાઇમ સ્ટેટ્સ બતાવાશે. આ સિવાય કોર્ટને બેંક અને પોલીસ જેવી મહત્વની સંસ્થાઓ સાથે જોડવામાં આવશે, જેનાથી માહિતીનું આદાન-પ્રદાન સરળ બની શકશે.


Google NewsGoogle News