Get The App

લેહમાં દેશનું પહેલું એનાલોગ સ્પેસ સ્ટેશન શરૂ, અંતરિક્ષને લગતાં રહસ્યો પર ISRO કરશે રિસર્ચ

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
લેહમાં દેશનું પહેલું એનાલોગ સ્પેસ સ્ટેશન શરૂ, અંતરિક્ષને લગતાં રહસ્યો પર ISRO કરશે રિસર્ચ 1 - image


ISRO Leh News | અંતરિક્ષમાં માણસો કેવી રીતે રહેશે? ત્યાં કેવા પ્રકારનું વાતાવરણ હશે? આ સવાલોના જવાબ શોધવા માટે લદ્દાખના લેહમાં દેશનું પહેલું એનાલોગ સ્પેસ મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ મિશનમાં ઈસરો સાથે અનેક સંસ્થાઓ સામેલ થઈ છે. 

ઈસરો, ગગનયાન પ્રોજેક્ટ ચલાવી રહેલ હ્યુમન સ્પેસફ્લાઈટ સેન્ટર, એ.એ.કે.એ. સ્પેસ સ્ટૂડિયો, લદ્દાખ યુનિવર્સિટી, આઈઆઈટી બોમ્બે અને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ સાથે મળીને આ પ્રોજેકટ ચલાવી રહી છે. જેમાં, અન્ય ગ્રહો પર ભારતીય અવકાશયાત્રીઓ કેવી રીતે રહેશે. ત્યાં કેવા પ્રકારની કોલોનીઓ બનાવવામાં આવશે જેવી ચિંતા કરવામાં આવી છે. 

એનાલોગ મિશનમાં વિપરિત પરિસ્થિતિઓ, ખતરનાક હવામાન, અન્ય ગ્રહો પર માણસોનો વ્યવહાર કેવી રીતે બદલાય છે જેવા અલગ અલગ વિષયો પર સંશોધન કરવામાં આવશે. એનાલોગ મિશનને ખતરનાક માનવામાં આવે છે કારણકે, તેને અજ્ઞાાત સ્થળ પર કરવામાં આવે છે. જ્યાં પરીક્ષણ કરનાર ટીમ રેડિએશન, એકલતા, ધરતીથી દૂરી અને ગુરુત્વાકર્ષણ જેવા મુદ્દાઓથી ઝઝૂમે છે.


Google NewsGoogle News