દેશ કંઈ ખાવાની વસ્તુ નથી, કંઈક તો સમજો : કંગનાએ રાહુલ ગાંધીને સંભળાવ્યું
Image: Facebook
Kangana Ranaut on Rahul Gandhi Halwa Remark: હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રણૌતે એક વખત ફરી રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યું છે. ગૃહમાં રાહુલ ગાંધીએ બજેટના હલવા પર નિશાન સાધ્યું તો હવે કંગનાએ રાહુલ ગાંધી પર પલટવાર કરતાં એકવાર ફરીથી તેમના પર સવાલ ઊભા કરી દીધાં છે.
રાહુલ ગાંધી પર કંગના રણૌત ભડકી
સંસદમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન કંગનાએ કહ્યું કે રાહુલજી વિશે હું શું કહું? તેમની કોઈ વાતનો અર્થ હોતો નથી કે કોઈ રીત હોતી નથી. મને તેમની વાત સમજમાં આવતી નથી. તેમની સૌથી નિંદાજનક વાત એ છે કે તેઓ દેશ પ્રત્યે જે રીતે શબ્દોનો ઉપયોગ કરે છે તે ખોટો છે.
ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો
કંગનાએ રાહુલ ગાંધીના હલવાવાળા નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેઓ ગૃહમાં ઊભા થઈને કહે છે કે દેશનો હલવો વહેંચાઈ રહ્યો છે અને બધા ખાઈ રહ્યા છે. દેશના બજેટને આવું કહેવું કેટલું યોગ્ય છે? તેમના દાદીએ પણ દેશના ઘણા બજેટ બનાવ્યા છે. તે જ બજેટને હલવો કહેવો અને પછી મળી-સમજીને ખાવો, આ દેશ માટે સારી વાત નથી.
દેશ કોઈ ખાવાની વસ્તુ નથી- કંગના
કંગના વધુમાં જણાવે છે કે અનુરાગ ઠાકુરે જે કહ્યું કે દેશના ભાગલા પાડીને ખાવું કોંગ્રેસની માનસિકતા છે, આ માનસિકતાને બદલવી પડશે. દેશ કોઈ ખાવાની વસ્તુ નથી, દેશ સેવાની બાબત છે. જો તમે નેતા છો તો દેશની સેવા માટે બન્યા છો, તમે દેશને કાપીને મળી-સમજીને ખાવા માટે બન્યા નથી. દેશનું બજેટ પણ બંધારણીય બાબત પર બને છે, તેનું માન રાખવું જોઈએ.