Get The App

રાજસ્થાન માલામાલ ! 5 જિલ્લામાંથી દેશની પ્રથમ ‘પોટેશિયમ’ની ખાણ મળી, હરાજીની તૈયારી

Updated: Mar 22nd, 2025

GS TEAM


Google News
Google News
રાજસ્થાન માલામાલ ! 5 જિલ્લામાંથી દેશની પ્રથમ ‘પોટેશિયમ’ની ખાણ મળી, હરાજીની તૈયારી 1 - image


Rajasthan Potash Mine : રાજસ્થાનના પાંચ જિલ્લામાંથી ‘પોટાશ’ એટલે કે ‘પોટેશિયમ’ની ખાણ મળી આવતાં રાજ્યની કિસ્મત ચમકી ગઈ છે. આમ તો પોટાશનો માટાભાગે ઉપયોગ ખાતરોમાં થાય છે અને ભારત તેની આયાત કરે છે. જોકે હવે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાં પોટાશનું ખાણકામ કરવા માટે મે મહિનામાં હરાજી કરવાની તૈયારી કરી લીધી છે. આ ભારતની પ્રથમ પોટાશ ખાણ હશે.

આ પાંચ જિલ્લામાંથી મળ્યો પોટાશનો ખજાનો

રાજસ્થાનના શ્રીગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, ચૂરુ અને નાગૌરમાં પોટાશની ખાણો મળી આવી છે. ભારતમાં અત્યાર સુધી ક્યાંય પણ પોટાશની ખાણ મળી નહોતી, જે કારણે આપણે કેનેડા, રશિયા અને તુર્કમેનિસ્તાનથી પોટાશ આયાત કરાવતા હતા. રિપોર્ટ અનુસાર, મળી આવેલી પાંચ ખાણમાં આશરે 2,476.58 મિલિયન ટન પોટાશ છે. નોંધનીય છે કે, પોટાશ મુખ્યત્વે છોડના સ્વસ્થ વિકાસ અને પાકની ગુણવત્તાને પ્રોત્સાહન આપવા માટે ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે, પરંતુ તેનો ઉપયોગ કાચના ઉત્પાદન, સાબુ અને ડિટર્જન્ટ ઉત્પાદન અને પાણી શુદ્ધિકરણમાં પણ થાય છે.

આ પણ વાંચો : 97 કરોડના કૌભાંડમાં પણ ફસાયા હતા જસ્ટિસ યશવંત વર્મા, CBIએ નોંધ્યો હતો કેસ

નિર્ભરતા ઘટશે

ભારત દર વર્ષે લગભગ પાંચ મિલિયન ટન પોટાશની આયાત કરે છે અને તે માટે લગભગ 10,000 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચવામાં આવે છે. ભારત સરકાર મુખ્યત્વે કેનેડા, રશિયા, તુર્કમેનિસ્તાન સહિતના અન્ય દેશોમાંથી આયાત કરે છે. 90 ટકાથી વધુ પોટાશ ખાતર તરીકે વપરાય છે.

આ પણ વાંચો : ‘મુસ્લિમોને ડરાવનારાને છોડીશું નહીં...' મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીનું ઈફ્તાર પાર્ટીમાં મોટું નિવેદન

Tags :