'શું આ ફક્ત એક જ ધર્મના લોકોની સરકાર છે..?' સંસદમાં અસદુદ્દીન ઓવૈસીનો મોદી સરકારને સવાલ
ઓવૈસીએ સંસદમાં કહ્યું - બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે, બાબરી મસ્જિદ જિંદાબાદની નારેબાજી પણ કરી
image : Twitter |
Owaisi in Parliament on babari masjid | લોકસભામાં આજે રામમંદિરને લઈને ચર્ચામાં કરવામાં આવી હતી. ત્યારે એઆઈએમઆઈએમના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર આક્રમક પ્રહાર કરતાં કહ્યું કે 'દેશને બાબા મોદીની જરૂર જ નથી. બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે.'
ઓવૈસીએ મોદી સરકારને પૂછ્યાં સવાલ
અસદુદ્દીન ઓવૈસીએ આ દરમિયાન કેન્દ્રની મોદી સરકારને સંસદમાં જ સવાલ કર્યો હતો કે મોદી સરકાર એક વાતની ચોખવટ કરે કે શું તે ફક્ત હિન્દુઓની સરકાર છે કે આખા દેશના લોકોની? મોદી સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે શું તે ફક્ત એક જ ધર્મને સાથે લઈને ચાલવાની છે?
ઓવૈસીએ ગૃહમાં બાબરી મસ્જિદનો મુદ્દો ઊઠાવ્યો
ગૃહમાં ઓવૈસીએ કહ્યું કે શિંદે જૂથના નેતા બોલે છે કે જ્યારે બાબરી મસ્જિદ શહીદ કરાઈ તે સમયે તતકાલીન પીએમ નરસિમ્હા રાવ પૂજા કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમને ડિસ્ટર્બ ન કરવામાં આવે. આજે મોદી સરકાર તેમને જ ભારત રત્ન આપી રહી છે. હું કહેવા માગુ છું કે ન્યાય જીવીત છે કે પછી અત્યાચારનો રાજ કાયમ છે.
હું ભીખ નહીં માગું પણ પીએમ મોદીને એક સવાલ કરીશ...
ઓવૈસીએ કહ્યું કે મોદી સરકાર મુસ્લિમોને મેસેજ આપી રહી છે કે તમે જીવ બચાવવા માગો છો કે ન્યાય ઈચ્છો છો. હું કહીશ કે હું ભીખ નહીં માગું. પીએમ આજે જવાબ આપશે તો શું તે ફક્ત હિન્દુત્વ સાથે જોડાયેલા લોકોને જવાબ આપશે કે 140 કરોડ લોકોને જવાબ આપશે? ભાષણના અંતે ઓવૈસીએ બાબરી મસ્જિદ જિંદાબાદનો સૂત્રોચ્ચાર કર્યો હતો.