ભાજપને વધુ એક રાજ્યમાં હરાવવા કોંગ્રેસનો પ્લાન, આ યોજના દ્વારા મોટા વર્ગને તરફેણમાં કરશે
Maharastra Congress News : તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા કોંગ્રેસની નજરો હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતવા પર ટકી છે. એના માટે કોંગ્રેસે અત્યારથી સત્તારુઢ ગઠબંધન મહાયુતિનો સફાયો કરવા માટે યોજનાઓ ઘડી કાઢી છે. ખરેખર કોંગ્રેસ મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્ત્વ હેઠળની સરકારની લાડલી બહેન યોજનાનો સામનો કરવા માટે મહિલાઓને આકર્ષિત કરવાની યોજના બનાવી રહી છે.
લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હરાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધને મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના અને એનસીપી ગઠબંધનને ખરાબ રીતે પરાજિત કર્યા હતા. પોતાના પરાજયને જીતમાં બદલવા માટે સત્તારુઢ ગઠબંધને મહિલાઓને રોકડ ચૂકવણી કરવાનો ભરોસો અપાવ્યો છે.
ગુજરાત ભરૂચના ઈકબાલ બ્રિટનમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યાં, હાઉસ ઓફ લોર્ડ્સમાં જમાવશે ધાક
શું છે લાડલી બહેન યોજના?
મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આર્થિક સહાય ચૂકવાશે. તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં ગઠબંધન સરકારે આ યોજનાની જાહેરાત કરી હતી જે હેઠળ 21થી 65 વર્ષની મહિલાઓને નાણાકીય સહાય ચૂકવાશે.
મહાવિકાસ અઘાડીનો નવો પ્લાન
સૂત્રોની માનીએ તો વિપક્ષના ગઠબંધન મહાવિકાસ અઘાડી(એમવીએ) રાજ્યની સત્તામાં આવતા મહાયુતિ ગઠબંધન દ્વારા અપાતી રકમથી વધુ પૈસા આપવા વિચારી રહી છે. એમવીએ તેના આ વાયદા સાથે મહાયુતિની લાડલી બહેન યોજના કાર્ડને કાઉન્ટર કરશે.