તેલંગાણામાં પવન ફુંકાવાથી ભ્રષ્ટાચારનો પૂલ ધરાશયી , ૭ વર્ષથી નિર્માણાધીન હતો
પેદાપલ્લી જિલ્લાની મનેર નદી પર પૂલ નિર્માણાધીન હતો.
ઝડપી પવન ફુંકાતા સીમેન્ટના ગાર્ડર નીચે પડી ગયા હતા
હૈદરાબાદ,૨૩ એપ્રિલ,૨૦૨૪,મંગળવાર
દક્ષિણ ભારતના તેલંગણા રાજયમાં છેલ્લા ૭ વર્ષથી બનતો બ્રીજ કામ પૂર્ણ થાય તે પહેલા જ ધરાશયી થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર તેલંગાણાના પેદાપલ્લી જિલ્લાની મનેર નદી પર પૂલ નિર્માણાધીન હતો. ઝડપી પવન ફુંકાતા સીમેન્ટના ગાર્ડર નીચે પડી ગયા હતા. તેલંગાણાના પેદ્દાપલ્લી અને ઓડેડુ અને જયશંકર ભુપાલપલ્લી જિલ્લામાં મનેર નદી પરનો પૂલ ૨૦૧૬થી બની રહયો હતો.
જો કે બદલતા કોન્ટ્રાકટરો અને પૈસાની તાણના લીધે નિર્માણ કાર્યમાં સતત અવરોધો આવતા હતા. પૂલ ધરાશયી થાય તેની એક મીનિટ પહેલા જ તેની નીચેથી બનાવાયેલા વૈકલ્પિક માર્ગ પરથી એક પેસેન્જર બસ પસાર થઇ હતી. પૂલ ૪૬ કરોડના ખર્ચે તૈયાર થવાનો હતો પરંતુ આઠ વર્ષે પણ પુરો થઇ શકયો ન હતો.આથી લોકો ખૂબ ગુસ્સામાં હતા. જો પવન ફૂંકાવાથી પણ જો પુલ તુટી જતો હોયતો કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તે કલ્પી શકાય છે.