કેરળમાં કોરોનાનો નવો સબ વેરિયન્ટ JN.1 ઓળખાયો, શું ભારત માટે ચિંતાની વાત છે?

JN.1 વેરિઅન્ટનો અન્ય બીજો કોઈ કેસ ભારતમાં નોંધાયો નથી

કેરળમાંથી કોવિડના કેસ સામે આવ્યા છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી : રાજીવ જયદેવ

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
કેરળમાં કોરોનાનો નવો સબ વેરિયન્ટ JN.1 ઓળખાયો, શું ભારત માટે ચિંતાની વાત છે? 1 - image
Image Envato 

તા. 16 ડિસેમ્બર 2023, શનિવાર

Covid Sub-Variant: દુનિયાભરમાં ફરી એકવાર કોરોના (corona virus )એ ચિંતામાં વધારો કર્યો છે. હાલમાં જ તેના સબ વેરિયન્ટ મળી આવતા ભય ફેલાયો છે. કેરળ (kerala)માં કોરોના વાયરસનો નવો સબ વેરિયન્ટ જેએન. 1(Covid Sub-Variant JN.1)નો પહેલો કેસ સામે આવ્યો છે. જોકે, કેરળમાં કોવિડના નવા વેરિયન્ટનો કેસ સામે આવતા સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે ઈમરજન્સી બેઠક બોલાવી છે. રિપોર્ટ પ્રમાણે અધિકૃત સુત્રોએ શનિવારે કહ્યુ હતું કે, 79 વર્ષીય મહિલાના નમુના લેવામાં આવ્યા હતા. જેમા 18 નવેમ્બરના રોજ આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમા તે સંક્રમિત જોવા મળી હતી. મહિલામાં ઈન્ફલ્યૂએન્ઝા જેવી બીમારીના સાધારણ લક્ષણ જોવા મળ્યા હતા અને તે કોવિડ 19 થી સ્વસ્થ થઈ ગઈ છે.

JN.1 વેરિઅન્ટનો અન્ય બીજો કોઈ કેસ ભારતમાં નોંધાયો નથી

આ પહેલા સિંગાપોરમાં એક ભારતીયમાં JN.1 પ્રકારનો વાયરલ જોવા મળ્યો હતો. આ વ્યક્તિ મુળ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો વતની છે અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો. તિરુચિરાપલ્લી જિલ્લા અથવા તમિલનાડુના અન્ય સ્થળોએ JN.1 વાયરસના ચેપના કેસ નોંધાયા છે, પરંતુ કેસોમાં કોઈ વધારો થયો નથી. JN.1 વેરિઅન્ટનો અન્ય કોઈ કેસ ભારતમાં નોંધાયો નથી, કોવિડ-19ના સબ-વેરિઅન્ટ JN.1 ની ઓળખ સૌથી પહેલા લક્ઝમબર્ગમાં કરવામાં આવી હતી. 

શું કહે છે એક્સપર્ટ

આ બાબતે ભારતીય SARS-CoV-2 જેનૉમિક્સ કન્સૉર્ટિયમ (INSACOG) ના ચીફ ડૉ. એન.કે. અરોરાએ માહિતી આપતા કહ્યુ કે, "તે નવેમ્બરમાં જાણ કરવામાં આવી હતી અને આ પ્રકારને અલગ કરવામાં આવ્યો હતો. તે BA.2.86 નું પેટા પ્રકાર છે. "અમારી પાસે JN.1 ના કેટલાક કેસ છે."

કેરળમાંથી કોવિડના કેસ સામે આવ્યા છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી : રાજીવ જયદેવ

માહિતી પ્રમાણે નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન કોવિડ ટાસ્ક ફોર્સના કો-ચેરમેન રાજીવ જયદેવને કહ્યું કે, સાત મહિનાના સમયગાળા બાદ ભારતમાં ફરી કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં કેરળમાંથી કોવિડના કેસ સામે આવી રહ્યા છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી કારણે કે તેમા ગંભીરતા ઓછી જણાય છે.


Google NewsGoogle News