Get The App

કોરોના વાયરસ: ભારતમાં 59 કેસ, કેરળ સૌથી વધારે પ્રભાવિત, જુઓ યાદી

Updated: Mar 11th, 2020


Google NewsGoogle News
કોરોના વાયરસ: ભારતમાં 59 કેસ, કેરળ સૌથી વધારે પ્રભાવિત, જુઓ યાદી 1 - image

નવી દિલ્હી, તા. 11 માર્ચ 2020 બુધવાર

કોરોના વાયરસને પગલે દેશમાં સતત જોખમ વધતુ જઈ રહ્યુ છે. બુધવારે સવાર સુધી ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 59 થઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસોમાં આ કેસ વધ્યા છે અને સૌથી વધારે અસર કેરળમાં જોવા મળી રહી છે. માત્ર મંગળવારે જ કેરળમાં 10થી વધારે કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. 

મહારાષ્ટ્ર- 5

કેરળ-14

કર્ણાટક- 4

તમિલનાડુ-1

રાજસ્થાન-3

તેલંગાણા-1

પંજાબ-1

જમ્મુ-1

લદ્દાખ-2

દિલ્હી-NCR-6

ગુરૂગ્રામ-14

ઉત્તર પ્રદેશ-7

કોરોના વાયરસ: ભારતમાં 59 કેસ, કેરળ સૌથી વધારે પ્રભાવિત, જુઓ યાદી 2 - image

સરકાર એલર્ટ

કેન્દ્ર સરકાર કોરોના વાયરસને પગલે સતત સતર્કતા વધારી રહી છે. એરપોર્ટ પર તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે જે બાદ ભારતમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા દર્શાવેલા આંકડા અનુસાર, અત્યાર સુધી એરપોર્ટ પર 6 લાખથી વધારે લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યુ છે. 

દિલ્હીમાં પણ આનાથી ઉકેલ મેળવવા તૈયારીઓ પૂરજોશમાં છે. દિલ્હીમાં કેટલાક હોસ્પિટલ ચિહ્નિત થયેલા છે જ્યાં કોરોના વાયરસના શંકાસ્પદ લોકોને લાવવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં સતત મેટ્રો અને બસોની સફાઈ થઈ રહી છે જેથી લોકોમાં કોઈપણ પ્રકારનો વાયરસ ફેલાય નહીં. 

કોરોના વાયરસ: ભારતમાં 59 કેસ, કેરળ સૌથી વધારે પ્રભાવિત, જુઓ યાદી 3 - imageદેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના ચેકઅપના કુલ 49 લેબ બનાવાયા છે. જે દેશના અલગ-અલગ ભાગોમાં છે. અહીં ચેકિંગ થયા બાદ જ કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 4000ને પાર થઈ ગઈ છે.


Google NewsGoogle News