Get The App

કેરળથી લઈ ગુજરાત સુધી... દેશમાં કોરોનાના JN.1 વેરિયન્ટના કેસ 150ને પાર

કોરોનાનો નવો વેરિયન્ટના સૌથી વધુ કેસ કેરળમાં 78, ગુજરાતમાં 34, ગોવામાં 18, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 2 અને દિલ્હીમાં એક કેસ

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
કેરળથી લઈ ગુજરાત સુધી... દેશમાં કોરોનાના JN.1 વેરિયન્ટના કેસ 150ને પાર 1 - image

નવી દિલ્હી, તા.28 નવેમ્બર-2023, ગુરુવાર

Covid 19 JN.1 Variant Case in India : દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેરળથી લઈ ગુજરાત સુધી કેસો સામે આવી રહ્યા છે, તો કોરોનાના કેસો પણ સતત વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં નવા વેરિયન્ટ જેએન.1ના કેસો 150ને પાર પહોંચી ગયા છે. નવા વેરિયન્ટે કેરળ બાદ ગુજરાતને પણ સકંજામાં લઈ રહ્યો છે. આ અગાઉ દેશમાં ગુરુવારે કોરોનાથી વધુ 6 લોકોના મોત અને 700 કેસો નોંધાયા છે.

નવા વેરિયન્ટના સૌથી વધુ કેસો કેરળ અને ગુજરાતમાં

કોરોનાનો નવો વેરિયન્ટ દેશના ઘણા શહેરોમાં પગપેસારો કરી રહ્યો છે. કેરળમાં સૌથી વધુ 78 અને ગુજરાતમાં 34 કેસો સામે આવ્યા છે. ત્યારબાદ ગોવામાં 18, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 2 અને દિલ્હીમાં એક કેસ સામે આવ્યો છે.

કોરોનાથી વધુ 6 મોત, 700 કેસ નોંધાયા

દેશમાં કોરોનાથી 6 દર્દીના મોત નિપજ્યા છે, જ્યારે વધુ 700 કેસ નોંધાયા છે. ઉપરાંત દિલ્હી, ગુરુગ્રામ, અજમેર સહિત ઘણા શહેરોમાં JN.1ના કેસોની પુષ્ટી થઈ છે. નવા વેરિયન્ટના 100થી વધુ દર્દીઓ છે. દેશમાં અત્યાર સુધીમાં JN.1ના કેસો 150ને પાર થઈ ગયા છે. આ અગાઉ વિતેલા 24 કલાકમાં કોરોનાના 702 કેસ અને 6 દર્દીના મૃત્યુ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 4097 પર પહોંચી ગઈ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 2, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, દિલ્હીમાં 1-1 દર્દીનું મોત થયું છે.

દિલ્હીમાં નવા વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો

દિલ્હીમાં નવા વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વારે બુધવારે કહ્યું હતું કે, જીનોમ સીક્વેસિંગના ટેસ્ટિંગ માટે 3 સેમ્પલો મોકલાયા હતા, જેમાંથી JN.1નો એક અને ઓમિક્રોનના બે કેસની પુષ્ટી થઈ છે. તેમણે કહ્યું કે, JN.1 ઓમિક્રોનનો જ સબવેરિયન્ટ છે, જેનું સામાન્ય ઈન્ફેક્શન છે. નવો વેરિયન્ટ સાઉથ ઈન્ડિયામાં ફેલાઈ રહ્યો છે. આનાથી ગભરાવાની જરૂર નથી.


Google NewsGoogle News