Get The App

Corona effect: 1.13 કરોડ સરકારી કર્મચારીઓને ઝટકો, આગામી દોઢ વર્ષ સુધી નહીં વધે મોંઘવારી ભથ્થું

Updated: Apr 23rd, 2020


Google NewsGoogle News

નવી દિલ્હી, 23 એપ્રિલ 2020 ગુરૂવાર

કોરોના સંકટ વચ્ચે નાણાં મંત્રાલયે માહિતી આપી છે કે કેન્દ્રીય સરકારનાં  કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ અને કેન્દ્રીય સરકારે પેંન્સનધારકો માટે મોંઘવારીનો હપ્તો 1 જાન્યુઆરી 2020થી ચુકવશે નહીં, 1 જુલાઇ 2020 અને 1 જાન્યુઆરી 2021થી ડીએ અને ડીઆરનાં વધારાનાં હપ્તાનું ચુકવણું કરવામાં આવશે નહીં.

જો કે વર્તમાન દરો પર મોંઘવારી રાહતનું ચુકવણું ચાલું રહેશે, સરકારે જુલાઇ 2021 સુધી પ્રતિબંધ લગાવ્યો છે, અને તેનાથી સરકારનાં 14000 કરોડ રૂપિયા બચશે. 

કેન્દ્રીય કેબિનેટે માર્ચ મહિનામાં DAમાં 4 ટકા વધારો કરવાનાં પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે, વધારા બાદ તે 21 ટકા સુંધી પહોંચી જશે, કોવિડ-19 લોકડાઉનનાં કારણે સરકારની ટેક્સ કમાણીમાં ઘટાડો થયો છે.

જો કે નબળા તબક્કામાં આર્થિક મદદનાં કારણે  ખર્ચમાં વૃધ્ધી થઇ છે, તેમાં લગભગ 49.26 લાખ કેન્દ્ર સરકારનાં કર્મચારી અને 61.17 લાખ પેન્સનરો પ્રભાવિત થશે.


Google NewsGoogle News