COVID-19 Update : 300 નવા કોરોનાના કેસમાં 3ના મોત, આ રાજ્ય ફરી દેશ માટે ચિંતા બન્યું
ગઈકાલે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ સમીક્ષા બેઠક યોજી હતી
Image IANS |
Covid's JN.1 variant in India : દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે અને સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે જ્યાં સૌથી વધારે ત્રણ વ્યક્તિની મૃત્યુ થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 358 કેસ નોંધાયા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2,669 છે.
300 fresh Covid-cases, three deaths in Kerala
— ANI Digital (@ani_digital) December 21, 2023
Read @ANI Story | https://t.co/JlPoFygKis#Kerala #Covid #JN1Variant pic.twitter.com/B5ZSVb0xXN
દેશના કુલ કેસોમાં કેરળમાં સૌથી વધુ કેસ
કોવિડનો નવો વેરિયન્ટ JN.1નો સૌથી પહેલો કેસ કેરળમાં નોંધાયો હતો ત્યારબાદથી કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડ અનુસાર છેલ્લા 24 કલાકમાં કેરળમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે જ્યારે 358 કેસોમાં 300 કેસ ફક્ત કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત દેશમાં વાયરસથી કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે જે બાદ મૃત્યુઆંકની સંખ્યા 5,33,332 થઈ ગઈ છે. કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં પણ કોવિડના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સાજા થનાર દર્દીઓની સંખ્યા વધીને 4,44,70,576 થઈ ગઈ છે અને રિકવરી રેટ 98.81 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં કોરોના વાયરસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. દેશમાં વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટનું એનાલિસીસ કરી રહ્યા છે. તેમણે રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા વેરિયન્ટની ટ્રેકિંગની સુવિધા માટે તમામ કોરોના કેસના સેમ્પલ INSACOG લેબમાં મોકલવાની સલાહ આપી હતી. આ સાથે રાજ્યોને જાગૃકતા ફેલાવવા, મહામારી મેનેજમેન્ટ કરવા અને તથ્યાત્મક રીતે યોગ્ય અને સાચી જાણકારી જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો. આ ઉપરાંત નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના વેરિયન્ટ JN.1ના કુલ 21 કેસો નોંધાયા છે પરંતુ તેમનાથી ગભરાવાની જરુર નથી.