આજથી ક્લાઈમેટ ચેન્જ પર સંમેલન, 200 દેશ જોડાશે, કાર્બન ઉત્સર્જન-જીવાશ્મ ઈંધણ અંગે થશે ચર્ચા

પીએમ મોદી આ સંમેલનમાં 1 ડિસેમ્બરે જોડાશે

યુએઈમાં આજથી 28માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સંમેલનનું આયોજન દુબઈ એક્સપો સિટી ખાતે કરાશે

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
આજથી ક્લાઈમેટ ચેન્જ પર સંમેલન, 200 દેશ જોડાશે, કાર્બન ઉત્સર્જન-જીવાશ્મ ઈંધણ અંગે થશે ચર્ચા 1 - image

image : Twitter



COP28 Summit in UAE | યુએઈમાં આજથી 28માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સંમેલનનું આયોજન દુબઈ એક્સપો સિટી ખાતે કરાશે. આ સંમેલનમાં 200 દેશોના પ્રતિનિધિ સામેલ થશે. 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલનારા આ સંમેલનમાં ક્લાઈમેટ ચેન્જની સાઇડ ઈફેક્ટ, જીવાશ્મ ઈંધણનો ઉપયોગ, મિથેન તથા કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે નાણાકીય સહાય અને ધનિક દેશોથી વિકાસશીલ દેશોને અપાતા વળતર જેવા મુદ્દાઓ પર ગાઢ વાતચીત થવાની શક્યતા છે. વડાપ્રધાન મોદી 1 ડિસેમ્બરે આ સંમેલનમાં જોડાશે. 

200 દેશોના પ્રતિનિધિ જોડાશે 

દુનિયાભરમાં ઘાતક ગરમી, દુષ્કાળ, જંગલની આગ, તોફાન અને પૂરની અસર આજીવિકા અને જીવન પર થઇ રહી છે. 2021-2022 માં વૈશ્વિક કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. તેનું લગભગ 90 ટકા જીવાશ્મ ઈંધણથી થાય છે.  કોપ-28 દરમિયાન કિંગ ચાર્લ્સ તૃતીય, પોપ ફ્રાન્સિસ અને લગભગ 200 દેશોના નેતાઓ આ મુદ્દાઓને પ્રાથમિકતા સાથે સંબોધિત કરશે. 

આજથી ક્લાઈમેટ ચેન્જ પર સંમેલન, 200 દેશ જોડાશે, કાર્બન ઉત્સર્જન-જીવાશ્મ ઈંધણ અંગે થશે ચર્ચા 2 - image



Google NewsGoogle News